મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

આવકવેરા વિભાગની નવી 'નેશનલ ઇ-અસેસમેન્ટ સ્કીમ'નો પ્રારંભ :મેન્યુઅલ ઇન્ટરફેસ'ને હટાવી દીધા

ઇનકમ ટેક્સ 58,322 મામલાની ફેસલેસ ઇ-અસેસમેન્ટની પ્રક્રિયા હેઠળ તપાસ કરશે

નવી દિલ્હી : દેશમાં ટેક્સ વ્યવસ્થાને વધારે પારદર્શી બનાવવા માટે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નવી સ્કીમ શરૂ કરી છે. 'નેશનલ ઇ-અસેસમેન્ટ સ્કીમ' નામની આ નવી પહેલ દ્વારા ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સ અસેસમેન્ટની પ્રક્રિયાથી કોઇપણ પ્રકારના 'મેન્યુઅલ ઇન્ટરફેસ'ને હટાવી દીધા છે.

 પહેલા ફેઝમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 58,322 મામલાની તપાસ ફેસલેસ ઇ-અસેસમેન્ટની પ્રક્રિયા હેઠળ કરવામાં આવશે. આ તમામ  મામલા 2018-19 અસેસમેન્ટ ઇયરના છે અને આ તમામ મામલાઓમાં 30 સપ્ટેમ્બરથી પહેલા જ ઇ-નોટિસ જાહેર કરવામાં આવી છે.

  આ તમામ મામલાઓમાં કરદાતાને જાણ નહીં પડે કે તેના મામલાનું અસેસમેન્ટ કયો અધિકારી કરી રહ્યો છે. અને ન એ અધિકારીની પાસે કોઇ જાણકારી હશે કે તે કયા વ્યક્તિ અથવા સંસ્થાનું અસેસમેન્ટ કરી રહ્યો છે.

    આ નવી સ્કીમને લોન્ચ કરતા નાણા સચિવ અજય ભૂષણ પાન્ડે કહ્યું કે નવી વ્યવસ્થા લાગૂ થવાથી ટેક્સ અસેસમેન્ટની પ્રક્રિયામાં આધારભૂત બદલાવ આવશે, આખી વ્યવસ્થાની કાર્યક્ષમતા વધશે અને તેને વધુ પારદર્શી અને જવાબદેહ બનાવવી સંભવ થઇ શકશે.

   ઇનકમ ટેક્સ વિભાગને આશા છે કે નવી સ્કીમની મદદથી ટેક્સ અસેસમેન્ટ સાથે જોડાયેલા મામલાનું નિવારણ જલ્દી સંભવ થઇ શકશે, અને કરદાતાઓ માટે નિયમ-કાયદા માનવા પણ સરળ બનશે.

(11:15 pm IST)