મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

મુંબઈમાં મેટ્રો રેલ માટે સુપ્રીમ કોર્ટ મનાઈ ફરમાવે એ પહેલા આરે કોલોનીના જંગલનું નિકંદન કાઢી નાખ્યું

2600માંથી 2000 જેટલા વૃક્ષો કપાઈ ગયા અને જંગલ મેદાન બની ચૂક્યું

મુંબઈમાં મેટ્રો રેલ માટે સુપ્રીમ કોર્ટે વૃક્ષો કાપવા રોક તો લગાવી દીધી પરંતુ કોર્ટનો આદેશ આવે તે પહેલા તો લગભગ જંગલ સાફ થઈ ગયું હતું, લગભગ તમામ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ આ અંગે નિર્ણય સંભળાવી રહ્યું હતું ત્યાં સુધીમાં તો 2600માંથી 2000 જેટલા વૃક્ષો કપાઈ ગયા હતા અને જંગલ મેદાન બની ચૂક્યું હતું.

શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે જેવી તેમની અરજી ફગાવી મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને રાતમાં જ જંગલો કાપવાની શરૂઆત કરી દીધી અને જે બાદ ઘણો વિવાદ સર્જાયો, મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટનો આદેશ આવે તે પહેલા કોર્પોરેશને જેટલા વૃક્ષો કાપવા હતા તેટલાં કાપી નાખ્યાં.

(10:02 pm IST)