મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

અફઘાનિસ્તાનમાં સેનાના વાહન પાસે બોમ્બ બ્લાસ્ટ: માસૂમ બાળકો સહિત 10 લોકોનાં મોત : 27 ઘાયલ

વિસ્ફોટકને એક રિક્શામાં રાખીને લાવવામાં આવ્યું: જલાલાબાદ બૉમ્બ વિસ્ફોટથી ગુંજી ઉઠ્યું

અફઘાનિસ્તાન ફરીવાર બોમ્બનાં ધમાકાથી ગુંજી ઉઠ્યુ છે અફઘાનિસ્તાનનાં જલાલાબાદમાં થયેલાં બોમ્બ બ્લાસ્ટમાં  માસૂમ સહિત 10 લોકોનાં મોત થયા હોવાનાં અહેવાલ આવ્યા છે. જ્યારે આ હુમલામાં 27 લોકો ઘાયલ થયા છે.

  જાણવા મળતી વિગત મુજબ વિસ્ફોટકને એક રિક્શામાં રાખીને લાવવામાં આવ્યું હતુ અને સેનાનાં એક વાહનની પાસે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો

  . સ્થાનિક સૂત્રોનાં જણાવ્યા અનુસાર, બ્લાસ્ટમાં બાળકો અને સ્થાનિક લોકોનાં મોત થયા છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં અમુક ઘાયલ લોકોની હાલત ગંભીર જણાઈ રહી છે.

    હજી સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી પરંતુ ઈસ્લામિક સ્ટેટનાં આતંકવાદીઓએ છેલ્લાં થોડા વર્ષોથી જલાલાબાદનાં નાંગરહારનાં શહેરની સરકારી કચેરીઓ, શાળાઓ અને સહાય ગ્રુપો ઉપર આત્મઘાતી હુમલાઓ કર્યા છે. નાંગરહારમાં ઈસ્લામિક સ્ટેટ મીલીટન્ટ ગ્રુપ અને તાલિબાન બંને ગ્રુપો એક્ટિવ છે.

(9:54 pm IST)