મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાનની તબિયત લથડી : શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા

કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક પ્રધાન રામવિલાસ પાસવાનને એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમને લઈને કોઈ વધારે જાણકારી સામે આવી નથી પણ જણાવવામાં આવી રહ્યું છે કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થયા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

  રામવિલાસ પાસવાનના સ્વાસ્થ્યને લઈને હાલમાં એવી કોઈ જાણકારી આવી નથી કે સ્વાસ્થ્ય સંબંધી કોઈ મુશ્કેલી હોય અને આ સમાચાર અચાનક સામે આવ્યા છે કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે રામવિલાસ પાસવાન રાજ્યસભાના સાંસદ છે અને તેમનો પુત્ર ચિરાગ પાસવાન બિહારના જમુઈથી લોકસભા સાંસદ છે. રામવિલાસ પાસવાન છેલ્લા 32 વર્ષથી 11 વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમાંથી 9 ચૂંટણી જીતી ચૂક્યા છે.

  વખતે તેમને ચૂંટણી લડી નહતી પણ આ વખતે 17મી લોકસભામાં તેમણે ફરી એકવાર મોદી સરકારમાં ગ્રાહક બાબતોના પ્રધાન તરીકે શપથ લીધા. રામવિલાસ પાસવાનની પાસે 6 પ્રધાનમંત્રીઓની સાથે કામ કરવાનો અનોખો રેકોર્ડ પણ છે.

(9:34 pm IST)