મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

વાંસદામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોટના પૂતળાંદહન

ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાના નિવેદનનો પૂતળું બાળીને વિરોધ કરાયો

રાજસ્થાનના સીએમ ગેહલોત દ્વારા આપવામાં આવેલા એક નિવેદન બાદ ગુજરાતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે દારૂ અંગે આપેલા નિવેદન બાદ આ વિવાદ વકર્યો હતો. નવસારીના વાંસદામાં રાજસ્થાનના મુખ્યમંત્રીના પુતળાનુ દહન કરાયુ હતું. ગેહલોતના ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાના નિવેદનનો પૂતળું બાળીને વિરોધ કરવામાં આવ્યો હતો.

(8:04 pm IST)