મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

અમેરિકામાં ભારતીય દૂતાવાસ ખાતે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવાઇઃ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ હાજરી આપી

વોશીંગ્ટનઃ અમેરિકામાં વોશીંગ્ટન ખાતેના ભારતીય દૂતાવાસમાં ૨ ઓકટો.૨૦૧૯ના રોજ મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવાઇ ગઇ.

આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાઉસ સ્પીકર સુશ્રી નેન્સી પેલોસીએ હાજરી આપી હતી. જેઓને અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી હર્ષવર્ધન તથા ભારતના વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકરએ મહાત્મા ગાંધીની અર્ધ પ્રતિમા ભેટ આપી હતી.

ઉજવણી અંતર્ગત એક દિવસ માટે મહાત્મા ગાંધીના જીવન પ્રસંગોનું પ્રદર્શન યોજાયુ હતું. તેવું જાણવા મળે છે.

 

(7:41 pm IST)