મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

HSBC બેંક પોતાના ૧૦ હજાર કર્મચારીઓની છટણી કરશે

નવી દિલ્હી, તા.૭: બ્રિટનની HSBC બેંક પોતાના ખર્ચામાં દ્યટાડો કરવા માટે તેમના ૧૦ હજાર કર્મચારીઓને નોકરીમાંથી છટણી કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વચગાળાના સીઈઓ નોઈલ ક્કિન ઈચ્છે છે કે બેન્કિંગ ગ્રુપના ખર્ચમાં દ્યટાડો કરવામાં આવે. રવિવારના રોજ જાહેર થયેલા એક અહેવાલ અનુસાર બેંકમાંથી એવા કર્મચારીઓને સૌથી પહેલા કાઢવામાં આવશે જેમનો પગાર સૌથી વધારે હશે.

આ મહિનાના અંતમાં આવનારા ત્રિમાસિક પરિણામો બાદ બેંકના ખર્ચામાં દ્યટાડો કરવાની જાહેરાત કરતા કયા-કયા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી દેવા તેના પર પણ ચર્ચા વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. બેંકમાંથી જોન ફિલંટના નિકળ્યા બાદ ક્કિનને વચગાળાના સીઈઓ બનાવવામાં આવ્યા હતા.

HSBC બેંકે કહ્યું હતું કે પડકારજનક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા આવો નિર્ણય લેવાની ફરજ પડી છે. ફિલંટે ચેરમેન માર્ક ટુકર સાથેના મતભેદોના કારણે બેંક સાથે છેડો ફાડી દીધો હોવાની માહિતી બેંકના એક ખાનગી સૂત્રએ આપી હતી. જોકે, આ મામલે હજી સુધી બેંક તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી.

(3:49 pm IST)