મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

દુધની મિલાવટમાં સજા ઓછી કરવાના મામલે સુપ્રિમ કોર્ટનુ કડક વલણ

નવી દિલ્લી,તા.૭: દુધમાં મિલાવટનાં એક મામલે સુનવણી કરતા સુપ્રિમકોર્ટેકહ્યુ કે, મિલાવટનાં  આરોપીને આ એવા આધાર પર છોડી  ન શકાય કે આ માત્ર મામુલી મીલાવટનો મામલો છે.

ન્યાયમૂર્તિ અરિધ્ધ બોસની ખંડપીઠે આ મામલે જણાવેલ કે, અનુચ્છેેદ ૧૪૨માં જે સતા અપાય છે તેનો ઉપયોગ કાનુનની વિરૂધ્ધ છે તેવો કહી શકાય છે. જો આ અધિકારનો ઉપયોગ આવા મામલમાં સજા ઓછી કરવામાં લાગુ કરાય તો સૌને સમાન સિધ્ધાંત લાગુ થઇ જાય.

ખંડપીઠે વધુમાં ટીપ્પણી કરી હતી કે, એકવાર જે નીયમ લાગુ થઇ ગયો છે ેતેનુ પાલન કરવુજ જોઇએ અને આ કાયદામાં એ સાબિત કરવુ જરૂરી નથી કે ખાદ્યસામગ્રી હાનીકારક  છે. માત્ર નિયમનું પાલન થયુ ન હોય  તો પણ કાનુન ભંગ છે.

(3:47 pm IST)