મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

પાકિસ્તાની સેના લોહીના છેલ્લાં ટીપા સુધી લડશેઃકાશ્મીરને આઝાદ કરાવશે :મુશર્રફે બડાશ હાંકી

પાકિસ્તાન સામે કોઇ ખોટું પગલું લેશે તો અમે એને બરાબરનો પાઠ ભણાવીશું

નવી દિલ્હી,તા.૭: પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી પ્રમુખ પરવેઝ મુશર્રફે એવી બડાશ હાંકી હતી કે પાકિસ્તાનની સેના લોહીના છેલ્લા ટીપા સુધી ભારત સાથે લડતી રહેશે અને કશ્મીરને આઝાદ કરાવીને જંપશે

દૂબઇમાં ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગના સ્થાપના દિવસની ઊજવણીમાં મુશર્રફે આ બડાઇ હાંકી હતી. એમના શબ્દોએ મર્હુમ ઝુલ્ફીકર અલી ભુટ્ટોના શબ્દો યાદ કરાવ્યા હતા.૧૯૭૧માં બાંગ્લા દેશનો આઝાદ કરાવવાના યુદ્ધમાં ધોર પરાજય મળ્યા બાદ ભુટ્ટોએ કહ્યું હતું કે અમે ધાસ ખાઇને જીવસું પરંતુ ભારત સાથે એક હજાર વર્ષ સુધી લડાઇ કરીશું.

મુસર્રફ છેલ્લા થોડા સમયથી સ્વૈચ્છિક દેશવટો ભોગવી રહ્યા છે. પોતાની તબિયત ખરાબ હોવાના બહાને એ પરદેશમાં રહીને પોતે સારવાર કરાવી રહ્યા હોવાની વાતો કરતા હતા. હાલ ઇમરાન ખાનની વડાપ્રધાન તરીકેની નબળી કામગીરી જોઇને એમને ફરી પાકિસ્તાનના રાજકારણમાં ઝંપલાવવાની ઇચ્છા જાગી હતી. તેમણે કહ્યું હતું કે ભારત પાકિસ્તાન સામે કોઇ ખોટું પગલું લેશે તો અમે એને બરાબરનો પાઠ ભણાવીશું.

મુશર્રફ દગાબાજ માણસ છે. ૧૯૯૯માં એક તરફ ભારતીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી શાંતિ અને ભાઇચારાની મંત્રણા કરી રહ્યા હતા ત્યારે મુશર્રફે કારગિલ યુ્દ્ઘ શરૂ કરી દીધું હતું. જો કે એ્માં એ ફાવ્યા નહોતા. ભારતીય લશ્કરે પાકિસ્તાનને કચકચાવીને થપ્પડ મારી હતી.

(3:36 pm IST)