મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

ભારતીય બંધારણની પહેલી પ્રતની રૂ.૩૫ લાખમાં હરરાજી થઈ

મુળ બંધારણમાં ૨૨૫ લેખ હતા, જેમાં ૨૨ ભાગ અને ૮ અનુસુચીઓ હતી : દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટુઃ ૧૦૩ વાર સંશોધન થયા

નવી દિલ્હીઃ વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રીક દેશ ભારત છે, પણ ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે ભારતનું બંધારણ પણ દુનિયાનું સૌથી મોટુ બંધારણ છે. ૧ લાખ ૪૫ હજાર શબ્દોમાં સંવિધાન લખાયુ છે. અમેરિકાનું સંવિધાન તો ફકત ૪૪૦૦ શબ્દોનું જ છે. આપણું બંધારણ ૧૯૪૭ થી ૧૯૫૧ દરમિયાન પાંચ વર્ષોમાં બન્યું છે. બંધારણમાં મુળ ૨૨૫ લેખ હતા. જેમાં ૨૨ ભાગ અને ૮ અનુસુચીઓ હતી. સંશોધન થતા લેખોની સંખ્યા વધીને ૪૪૮ થઈ. બંધારણમાં ૧૦૩ વખત સંશોધનો થયા છે.

ભારતીય બંધારણની મુળ બે હસ્ત લીખીત પ્રતિઓ છે. જેમાં એક અંગ્રેજીમાં અને બીજી હિન્દીમાં છે. જેને સંસદ ભવનમાં હીલીયમના બોકસમાં રાખવામાં આવી છે. બંધારણની પહેલી આવૃતિની નકલ કે જેમાં પહેલા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદના હસ્તાક્ષર હતા તે થોડા દિવસો પહેલા લંડનમાં હરરાજી દરમિયાન એક સંગ્રહકારે ૩૪.૯૪ લાખ રૂપીયા (૪૦ હજાર પાઉન્ડ)માં ખરીદી હતી.

(3:32 pm IST)