મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

પરવેઝ મુશર્રફ પણ મોકો જોઇ કુદી પડયાઃ ઇમરાન વિરોધી મોરચો જામતો જાય છે

ઇસ્લામાબાદઃ યુનોમાં કાશ્મીર મુદો ઉઠાવી સ્વદેશ પાછા ફરેલ ઇમરાનખાનનું ભવ્ય સ્વાગત થયાના ૨૪ કલાક થયા નથી ત્યાં દેશની ભુંડી બનેલ અર્થ વ્યવસ્થા અંગે દેશમાં ચારે તરફથી ઘેરાઇ ગયેલ ઇમરાનને હવે શું કરવુ તે સુઝતું નથી એટલે સતત કાશ્મીર રાગ આલાપી રહયા છે.

દરમિયાન પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પોતાના પક્ષ ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગને ફરી બેઠો કરવામાં લાગી ગયા છે. દુબઇમાં આકરી બિમારીનો ઇલાજ કરાવી રહેલ જનરલ પરવેઝ મુશર્રફની તબિયત સુધરી રહી છે અને તેઓ ઇસ્લામાબાદમાં પોતાના સમર્થકોને વીડીયો દ્વારા પક્ષના  સ્થાપના દિને સંબોધન કરેલ. પાકિસ્તાનમાં તેમના વિરૂધ્ધ રાજદ્વોહનો કેસ છે તેથી ૨૦૧૬માં દેશ છોડી ગયેલ છે. પણ હવે સંજોગો પલટાતા ફરી રાજકારણમાં આવી રહયાના નિર્દેશ મળે છે ત્યારે પાકિસ્તાનમાં  લશ્કર સતા પલટા માટે ભારે તત્પર હોવાનું બહાર આવ્યું છે સેનાધ્યક્ષ જનરલ બાજવા ઉપરાંત હવે કટ્ટ રપંથીયોના નેતા સ્ઝલુરૂ રહેમાન પણ ઇમરાન વિરૂધ્ધ ખુલ્લે ખુલ્લા જંગમાં ઉતર્યા છે. (૪૦.૭)

(1:05 pm IST)