મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

તેલંગણામાં 48,000 કર્મચારીઓની નોકરી જાય તેવી શક્યતા:સીએમએ કહ્યું હડતાલીઓને પાછા નહિ લેવાય

પરિવહન નિગમના કર્મચારીઓએ હડતાલ પરત ખેંચવાનો ઇનકારી કરી દીધો હતો

તેલંગણામાં રાજ્ય પરિવહન નિગમના 48,000 કર્મચારીઓની નોકરી જાય તેવી શક્યતા છે. રાજ્યના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું છે કે જે લોકો હડતાલ પર ગયા છે તેમને ફરીથી નોકરીમાં પરત લેવામાં આવશે નહીં.જોકે, આ મામલે હજી સુધી કોઈ પણ સરકારી ઑર્ડર બહાર પાડવામાં આવ્યો નથી.

 પરિવહન નિગમના કર્મચારીઓ શુક્રવારથી હડતાલ પર હતા અને સરકારે તેમને શનિવાર સાંજ સુધીમાં હડતાળ પરત ખેંચી લેવાનો સમય આપ્યો હતો.જોકે, કર્મચારીઓએ સરકારે નક્કી કરેલી સમયમર્યાદા પ્રમાણે હડતાલ પરત ખેંચવાનો ઇનકારી કરી દીધો હતો.

 આ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્યના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે તેને અક્ષમ્ય ગુનો ગણાવ્યો હતો.તેમણે કહ્યું કે આ એક અક્ષમ્ય ગુનો છે. કર્મચારીઓ તહેવારના સમયે હડતાલ પર ગયા છે. આ હડતાલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે પરિવહન નિગમે 1,200 કરોડની ખોટ કરી છે અને તેના પર 5,000 કરોડનું દેવું છે.

(12:57 pm IST)