મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

" પૈસાદાર ભિખારી " : મુંબઈમાં ભિખારીની ઝૂંપડીમાંથી રોકડ રકમના ઢગલા અને બેન્કની રસીદો મળી આવી : પોલીસે મૃતક ભિખારીની ઝૂંપડીની તલાસી લેતા 2 લાખ રૂપિયાના ચલણી સિક્કા અને 8 લાખ રૂપિયાની એફ.ડી.નીકળી

મુંબઈ : મુંબઈની ટ્રેનોમાં ભીખ માંગતો એક ભિખારી પાટા હેઠળ આવી જતા મૃત્યુ પામ્યો હતો.ગોવંડી રેલવે સ્ટેશનથી મળી આવેલી તેની લાશ અને તેના આધારે તેની ઝુંપડીની પોલીસે તલાશી લેતા ઝૂંપડીમાંથી 1.77 લાખ રૂપિયાના ચલણી સિક્કા મળી આવ્યા હતા જે ગણવામાં પોલીસને આખી રાતનો સમય લાગ્યો હતો.ઉપરાંત  8.77 લાખ રૂપિયાની બેન્કની રસીદો મળી આવી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:21 pm IST)