મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

પાકિસ્તાનમાં જન્મેલી અને ભારતમાં પરણેલી જુબેદા બેગમને લગ્નના 34 વર્ષ પછી ભારતનું નાગરિકત્વ મળ્યું : લોન્ગ ટર્મ વિઝાના આધારે મુઝફરપુરમાં રહેતી જુબેદાની બંને પુત્રીઓ પણ શાદીશુદા

મુઝફરપુર : 1960 ની સાલમાં પાકિસ્તાનમાં જન્મેલી જુબેદાના લગ્ન 1985 ની સાલમાં મુઝફરપુરમાં રહેતા સૈયદ મોહમદ જાવેદ સાથે થયા હતા.ત્યારપછી તેણે ભારતનું નાગરિકત્વ મેળવવા કરેલી અરજી 1994 ની સાલ સુધી સરકારી તંત્રમાં અટવાયેલી રહેતા લોન્ગ ટર્મ વિઝા મેળવી દર વર્ષે રીન્યુ કરાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે લખનૌ અને દિલ્હી વચ્ચે ખુબ આટાફેરા કર્યા હતા.અંતે તેની મહેનત ફળતા અને તેનું નાગરિકત્વ મંજુર થતા તે ખુશ થઇ ગઈ છે.જોકે આ 34 વર્ષના ગાળા દરમિયાન તેની 2 પુત્રીઓ રૂશા અને જુમશાની પણ શાદી થઇ ચુકી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:54 am IST)