મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

યુપીના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ કરાશે

એકતરફ સુપ્રીમકોર્ટમાં સુનાવણી શરુ બીજીતરફ યુપીના મુખ્યમંત્રી બાદ ઉપમુખ્યમંત્રીએ પણ મંદિર મુદ્દે આશા બાંધી

લાખનઉં : ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ અયોધ્યામાં રામ મંદિર મામલે મહત્વનું નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, આશા છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ ભક્તોની પ્રતિક્ષા પૂર્ણ થવાની છે. અયોધ્યામાં રામ મંદિરના સંકેત સુપ્રીમ કોર્ટે આપ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થવાનું છે.

કેપી મૌર્ય પહેલા સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યુ હતુ કે, આગામી દિવસોમાં રામ મંદિર મામલે સારા સમાચાર મળવાન છે. સીએમ યોગીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ મામલે સુનવાણી શરૂ છે. અને આ મામલે 18 સપ્ટેમ્બર સુધીમાં ચુકાદો આવી શકે છે. અયોધ્યા વિવાદ મામલે હિંદુ અને મુસ્લિમ પક્ષકાર સુપ્રીમમાં પોતાની દલીલ રાખી રહ્યા છે. અને સુપ્રીમ કોર્ટમા દરરોજ સુનાવણી કરવામાં આવી રહી છે.

(11:45 am IST)