મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

ઉધાર આપેલા ૧૨,૦૦૦ રૂપિયા પાછા ન આપતાં લેણદારે પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યું મરચું

ભોપાલ તા.૦૭:  મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં શોએબ ખાન નામના યુવક સાથે કેટલાક ગુંડાઓએ મારપીટ કરીને પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખીને છોડી દીધો હતો. વાત એમ હતી કે પીડિત યુવકે તેમની પાસેથી ૧૨,૦૦૦ રૂપિયા ઉધાર લીધા હતા અને તે પાછા કરવામાં ગલ્લાંતલ્લાં કરતો હતો. પૈસાની ઉઘરાણી પછીયે શોએબ પૈસા આપી શક્યો નહીં એટલે લેણદાર ભૂરુ અને તેના સાથીઓએ તેને એક સૂનસાન જગ્યાએ બોલાવ્યો અને પીટાઈ કરી હતી. જ્યારે ભૂરુભાઈ યુવકની મારપીટ કરીને પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખતા હતા ત્યારે તેના દોસ્તોએ વિડિયો પણ ઉતાર્યો હતો જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. ઘટના સમયે ઘણા લોકો ત્યાં હાજર હતા પણ કોઈએ પીડિતના બચાવ માટે કંઈ જ ન કર્યું. હવે શોએબ હોસ્પિટલમાં ભરતી છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

(11:40 am IST)