મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

ટેરર ફંડિંગ પર પાકિસ્તાન ફરી બેનકાબઃ લાખ ચેતવણી છતાં આતંકીઓ સામે પગલા નથી લીધા

FATF હવે આકરા પાણીએ રીપોર્ટમાં ઇમરાનને તમાચોઃ હવે થશે બ્લેકલિસ્ટઃ પહેલા પણ અનેક વખત 'ગ્રે લિસ્ટ'માં પાકિસ્તાનનું નામ મુકાયું છે

નવી દિલ્હી, તા.૭: જયારે ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની પેરિસમાં યોજાનાર મીટિંગના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાકિસ્તાનને વધુ એક ઝાટકો લાગ્યો છે. દુનિયાભરમાં ટેરર ફંડિંગ પર નજર રાખનાર સંસ્થા FATFના એશિયા પેસિફિક ગ્રૂપે કહ્યું છે કે પાકિસ્તાને સંયુકત રાષ્ટ્ર સિકયોરિટી કાઉન્સિલ રિઝોલ્યુશન ૧૨૬૭ના લાગૂ કરવા માટે યોગ્ય પગલાં ઉઠાવ્યા નથી. તેમણે યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓ, હાફિઝ સઇદ, મસૂદ અઝહર અને એલઇડી, જેયુડી જેવા આતંકી સંગઠનોને લઇ નરમાઇ વર્તતા વધુ નક્કર એકશન લીધા નહીં.

આપને જણાવી દઇએ કે ૧૩ થી ૧૮મી ઓકટોબરના રોજ એફએટીએફની મીટિંગ થવાની છે, જેમાં ટેરર ફંડિંગને લઇ પાકિસ્તાન પર નિર્ણય લેવાશે. પરંતુ એપીજીના આ નવા રિપોર્ટે પાકિસ્તાનને તગડો ઝાટકો આપ્યો છે. આથી હવે તેને બ્લેક લિસ્ટ થવાનો ખતરો બમણો થઇ ગયો છે.

FATF પેરિસ સ્થિત અંતર-સરકારી સંસ્થા છે. તેનું કામ ગેરકાયદે આર્થિક મદદને રોકવા માટે નિયમ બનાવાના છે. તેની રચના ૧૯૮૯માં કરાઇ હતી. FATFના ગ્રે કે બ્લેક લિસ્ટમાં નાંખવ પર દેશને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી લોન મેળવવામાં ખૂબ મુશ્કેલી પડે છે.

FATFએ પાકિસ્તાનને આતંકનું ફંડિંગ રોકવામાં નિષ્ફળ રહેવાના લીધે ગયા વર્ષે એટલે કે ૨૦૧૮માં 'ગ્રે લિસ્ટ' કરાયા હતા. આની પહેલાં તેઓ ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી જ્ખ્વ્જ્ના ગ્રે લિસ્ટમાં રહ્યા હતા. એ સમયે પાકિસ્તાને ૧૫ મહિનાનો એકશન પ્લાન મૂકયો, જેમાં તેણે જણાવ્યું કે ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગને રોકવા માટે તેમણે શું-શું ઉપાય કર્યા છે.

પાકિસ્તાને જૂન ૨૦૧૮માં FATFમાંથી એન્ટી-મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ મિકેનિઝમને મજબૂત બનાવા માટે તેની સાથે કામ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ એશિયા પેસિફિક ગ્રૂપ (APG)ના આ નવા રિપોર્ટથી પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ ખુલી ગઇ છે. મ્યુચ્યુઅલ ઇવેલ્યુશન રિપોર્ટ ઓફ પાકિસ્તાનમાં એપીજી એ પોતાના નવા રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાન મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગની સાથો સાથ ત્યાં સક્રિય આતંકી સંગઠનોથી ઉભો થનાર ખતરાને ઓળખવો, આકરણી કરવો અને પછી સમજો. પાકિસ્તાને સંયુકત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓ (ખાસ કરીને લશ્કર-એ-તૈયબા જમાત-ઉદ-દાવા) અને ફલહ-એ-ઇંસાનિયત ફાઉન્ડેશનની વિરૂદ્ઘ નક્કર પગલાં ભર્યા નહીં.

આ નવો રિપોર્ટ પાકિસ્તાન માટે નવી મુસીબત પેદા કરી શકે છે. ૨૦૧૮માં જયારે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખ્યું હતું તો તે સમયે તેને ૧૫ મહિનામાં પોતે જણાવેલ ૨૭ પગલાં પર કામ કરવાનું હતું. ૧૫ મહિનાનો સમય સપ્ટેમ્બર મહિનામાં પૂરો થઇ ચૂકયો છે અને હવે તેના પર એફએટીએફનો છેલ્લો નિર્ણય આવવાનો છે.

(11:28 am IST)