મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

કમાણીના ૪૦ ટકા બચાવે છે મિલેનિયલ્સ અને યંગ પ્રોફેશ્નલ્સ

૨૫ વર્ષની ઉંમર પાર કરતા જ નિવૃતિ માટે બચત કરવામાં લાગી જાય છે યુવા પેઢીઃ સર્વે

નવી દિલ્હી, તા. ૭ :. બધાને લાગે છે કે નવી પેઢી કમાવા અને બચાવવા નહિ ઉડાવવામાં માને છે પરંતુ આ સાચુ નથી. ફાયનાન્સીયલ પ્રોડકટ વેચનાર ઓનલાઈન માર્કેટ પ્લસ બેન્કબજારે આ માહીતી આપી છે. તેના સર્વેમાં બહાર આવ્યુ છે કે, મિલેનિયલ્સ અને યંગ પ્રોફશ્નલ્સ કમાણીના ૪૦ ટકા સુધીની રકમ બચાવી રહ્યા છે જે ૩૮ ટકાના નેશનલ એવરેજના ૨ ટકા પોઈન્ટથી વધુ છે. જ્યાં સુધી સરેરાશ ભારતીયની વાત છે તો રીઝર્વ બેન્કના ડેટા અનુસાર ભારતીય પરિવારોની સરેરાશ બચત ૨૦૧૭-૧૮માં જીડીપીના ૧૭.૨ ટકા પર હતી જે ૨૦૧૧-૧૨માં ૨૩.૬ ટકા હતી. બેન્કબજારના સર્વેમાં સામેલ ૮૦ ટકા લોકો પોતાના પગારના ૩૦ ટકાથી વધુ ભાગ હપ્તામાં ખર્ચ કરી રહ્યા છે.

નિવેશમાં મિલેનિયન્સની પ્રથમ પસંદગી ઈકવીટી અને ઈકવીટી આધારીત ઈન્સ્ટુમેન્ટ છે જેમાં તેઓ મ્યુ. ફંડ થકી પૈસા લગાવવાનું પસંદ કરે છે. મ્યુ. ફંડના રજીસ્ટ્રારના જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં નવા મ્યુ. ફંડ ઈન્વેસ્ટર્સમાં ૨૦ થી ૩૫ વર્ષના લગભગ ૧૬ લાખ મિલેનિયલ્સ ૪૭ ટકા હતા.

સૌથી મોટી વાત એ છે કે યુવા પેઢીને એ બાબતમાં કોઈ ગુંચવણ નથી કે તેમને જીંદગીથી શું જોઈએ છે ? સર્વે અનુસાર આજકાલના યુવાનોની સોચ અનુસાર જીંદગીના તેમના ઉદ્દેશોને ૬ વર્ગમાં વહેંચી શકાય છે. તેઓ હેલ્થ, રીલેશનશીપ, વેલ્થ, ઈમેજ, ફેમ અને પર્સનલ ગ્રોથના ક્રમમાં રાખી શકાય છે. તેઓ કાર, સારૂ મકાન, નિવૃતિ ફંડ અને આફત માટે યોગ્ય પૈસા રહે તેને મહત્વ આપી રહ્યા છે. આજકાલના લોકો ૫૬ વર્ષની ઉંમરમા નિવૃત થવાનુ પ્લાનિંગ કરી રહ્યા છે. જ્યારે આ બાબતે તેઓ વિચારવાની શરૂઆત તેઓ ૩૯ વર્ષથી શરૂ કરે છે

(11:26 am IST)