મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

સરકાર સીએ એકટને વધુ ધારદાર બનાવવા માગે છે

હિતોના ટકરાવને દૂર કરવા માટેના ઉપાયો શોધવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી, તા. ૭ :. કંપની મામલાઓના મંત્રાલયે ચાર્ટર્ડ એન્કાઉન્ટન્ટ ફર્મ અને તેના દ્વારા ઓડીટ કરવામાં આવતી કંપનીઓ વચ્ચે હિતોના ટકરાવને સમાપ્ત કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એકટમાં ફેરફારો કરવાની યોજના બનાવી છે. સાથોસાથ ઓડીટ ફર્મ જે નેટવર્ક એકમોનું અંગ છે, કાનૂનમાં એ એકમો સાથે જોડાયેલ ગેપને દૂર કરવાના ઉપાયો પણ સરકાર શોધી રહી છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે અમે એકટને મજબુત કરવા માંગીએ છીએ. જવાબદારી અને પારદર્શિતા લાવવા માટે અમારે અનેક એકમોને નિયામકના દાયરામાં લાવવાની જરૂર છે.

નિષ્ણાંતોનુ કહેવુ છે કે એ નક્કી કરવુ મુશ્કેલ છે કે વર્તમાન કાનૂન હેઠળ ઓડીટર સ્વતંત્ર છે કે નહિ ? કારણ કે નેટવર્કના અંગના સ્વરૂપમાં સીએ ફર્મ વિવિધ ન્યાયાધિકાર ક્ષેત્રોમાં સેવાઓ આપે છે આ કારણે આ ફર્મ એક જ ગ્રાહકને ઓડીટ અને બીનઓડીટ સેવાઓ આપી શકે છે. જેનાથી હિતોનો ટકરાવ પેદા થઈ શકે છે અને ઓડીટની નિષ્પક્ષતા સામે સવાલ ઉભા થઈ શકે છે. કેપીએમજી, ઈવાઈ, પીડબલ્યુસી અને ડેલોયેટ સાથે જોડાયેલી સહાય ઓડીટ ફર્મ સીએ એકટના દાયરામાં આવે છે પરંતુ સરકાર મોટી નેટવર્ક ફર્મ અને તેના દ્વારા પ્રદાન કરવામાં આવતી બીનઓડીટ સેવાઓ માટે નેટવર્કની જવાબદારી નક્કી કરવા માટે કાનૂની માર્ગો પર ચર્ચા કરી રહી છે. ચારેય મોટી કંપનીઓને આ કાયદાના દાયરામાં લાવી શકાય છે. અનેક ફર્મ ચુપચાપ ઓડીટનો કારોબાર કરે છે અને તેને કોઈએ સવાલ પણ નથી પૂછયો.

અનુશાસનાત્મક પ્રણાલીઓ તૈયાર કરતી વખતે સરકાર ઓડીટરોને બીનઓડીટ સેવાઓ અને તેના દ્વારા વસુલવામાં આવતા ચાર્જનો ખુલાસો કરવા માટે મજબુર કરવાના નિયમ બનાવી શકે છે.

(10:19 am IST)