મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

શ્રીનગરની સન્ડે માર્કેટમાં ગ્રાહકો મોટી સંખ્યામાં ઊમટી પડયા

શ્રીનગર, તા.૭:  શ્રીનગરમાં દર રવિવારે ભરાતી સન્ડે માર્કેટમાં ખરીદી માટે ગ્રાહકો ઊભરાયા હતા.

ટીઆરસી ચોક-લાલ ચોક રોડ પર દર રવિવારે ભરાતી સન્ડે માર્કેટમાં અનેક દુકાનદારોએ પોતાની દુકાનો માંડી હતી. એમણે જણાવ્યું હતું કે બજારમાં આવીને મોટા પ્રમાણમાં લોકોએ અનેક પ્રકારની વસ્તુઓની ખરીદી કરી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરમાં પણ કેટલીક દુકાનો રવિવારે ખૂલી હતી, પણ એમણે સવારે ૧૧ વાગ્યે દુકાનો બંધ કરી હતી. જોકે, કલમ ૩૭૦ રદ કરાયાના ૬૩ દિવસ બાદ પણ શહેરની બજારો અને જાહેર વાહનવ્યવહાર બંધ રહ્યા હતા.

(9:59 am IST)