મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

અમેરિકાના કંસાસના એક બારમા અજાણ્યા શખ્શનું અંધાધૂંધ ફાયરિંગ : ચાર લોકોના મોત : નવ ઘાયલ

બારમાં ઘુસીને અજાણ્યા શખ્સે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધુ

અમેરિકાના કંસાસમાં રવિવારે એક બારમાં અજાણ્યા શખ્સે અંધાધુંધ ફાયરિંગ કર્યું હતુ. આ હુમલામાં ચાર લોકોનો મોત નિપજ્યા હતા. જ્યારે કે નવ લોકો ઘાયલ થયા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    આ ઘટના કંસાસ શહેરમાં સેન્ટ્રલ સ્ટ્રીટ સ્થિત એક બારમાં બની હતી. પોલીસે જણાવ્યું કે બારમાં ઘુસીને અજાણ્યા શખ્સે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ.

    જો કે ફાયરિંગ કરનારા શખ્સની હજુ સુધી ઓળખ થઇ નથી. પોલીસે હુમલા અંગે વધુ કોઇ જાણકારી આપી નહીં. તેમજ આસપાસના સીસીટીવીના ફૂટેજ ફંફોળવાની શરૂ કર્યુ હતુ.

(12:00 am IST)