મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

ફારુક અને ઓમર અબ્દુલ્લાને મળવા પ્રતિનિધિમંડળ પહોંચ્યું

રાજ્યપાલની મંજુરી મળ્યા બાદ મોટી રાહત : જમ્મુ કાશ્મીરમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે પ્રયાસો

શ્રીનગર,તા.૬ : નેશનલ કોન્ફરન્સના ૧૫ સભ્યોના પ્રતિનિધિમંડળે આજે ફારુક અબ્દુલ્લાને મળવા માટે ઉત્સુકતા દર્શાવી હતી અને આ પ્રતિનિધિમંડળ શ્રીનગર પહોંચી ગયું હતું. જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રએ શનિવારના દિવસે જ આની મંજુરી આપી હતી. આ પ્રતિનિધિમંડળની ઓમર અબ્દુલ્લા સાથે પણ મુલાકાત થઇ છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબૂદી બાદ પૂર્વ મુખ્યમંત્રી પિતા-પુત્ર ફારુક અને ઓમર નજર કેદ હેઠળ છે. પાર્ટી નેતાઓનું પ્રતિનિધિમંડળ જમ્મુ પ્રાંતિય અધ્યક્ષ દેવેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં ફારુક અને ઓમરને મળવા માટે શ્રીનગર પહોંચી ગયું છે. ૮૧ વર્ષીય ફારુક અબ્દુલ્લા શ્રીનગર સ્થિત પોતાના આવાસ પર નજરકેદમાં છે જ્યારે ઓમર અબ્દુલ્લાને સ્ટેટ ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા છે.

            આ પહેલા પાર્ટીના પ્રવક્તા મદન મન્ટુએ માહિતી આપતા કહ્યું હતું કે, બને નેતાઓ સાથે વાતચીતને લઇને મંજુરી માંગવામાં આવી હતી. રાજ્યપાલે મંજુરી આપી દીધી છે.  મંટુના કહેવા મુજબ અબ્દુલ્લાને મળવાનો નિર્ણય હાલમાં જ યોજાયેલી વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા જ જમ્મુ પ્રાંતના જિલ્લા પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. જમ્મુ આધારિત નેશનલ કોન્ફરન્સના નેતાઓની અવરજવર ઉપરથી નિયંત્રણો દૂર કરવામાં આવ્યા બાદ હવે મળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૮૧ વર્ષીય ફારુક અબ્દુલ્લા તેમના શ્રીનગર આવાસ ઉપર હાલમાં નજરકેદ હેઠળ છે જ્યારે તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા સ્ટેટ ગેસ્ટહાઉસમાં નજરકેદ હઠળ રાખવામાં આવ્યા છે. બંને નેતાઓને મળવાની પરવાનગી મળ્યા બાદ સ્થિતિ ધીમે ધીમે વધુ સામાન્ય બની રહી છે. વહીવટીતંત્ર દ્વારા પણ પાર્ટીના કાર્યકરોને મળવા માટેની મંજુરી આપી દેતા આંશિકરીતે તેમને મોટી રાહત થઇછે.

(12:00 am IST)