મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

હવે મુંબઈની આરે કોલોનીમાં માં વૃક્ષો કાપવાનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો : કાલે સ્પેશિયલ બેન્ચ કરશે સુનાવણી

વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિમંડળે આરેમાં વૃક્ષોના કાપવા વિરુદ્ધ અરજી દાખલ કરી

નવી દિલ્હી : મુંબઇની આરે કોલોનીમાં વૃક્ષોના કાપવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેન્ચ સવારે 10 વાગ્યે આ મામલાની સુનાવણી કરશે. રવિવારે વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિમંડળે આરેમાં વૃક્ષોના કાપવા વિરુદ્ધ અરજી દાખલ કરી. એમણે પોતાની અરજીમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પોતાના વિશેષાધિકારોનો ઉપયોગ કરતા મામલાની તાત્કાલિક સુનાવણી કરવી જોઇએ અને ઝાડના કાપવા પર રોક લગાવવી જોઇએ.

વિદ્યાર્થીઓએ સીજેઆઇને લખેલા પત્રમાં પિટીશન પર સુનાવણીની અપીલ કરતા કહ્યું કે 4 ઓક્ટોબરથી ગેરકાનૂની રીતે ઝાડને કાપવામાં આવી રહ્યા છે. શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરનારની ધરપકડ કરાઇ છે. એમણે હજુ પણ આમ કરી રહ્યા છે.

(12:00 am IST)