મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

યુપીના ઝાંસીના ટોડી ફતેહપુરમાં ટ્રક અને મેક્સી વચ્ચે ગમખ્વાર અકસ્માત: આઠ લોકોના કરૂણમોત: અનેક ગંભીર

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો અને ઘાયલોને આર્થિક સહાય જાહેર કરી

ઉત્તર પ્રદેશના ઝાંસીના ટોડી ફતેહપુરમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે મઉરાનીપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ટ્રક અને મેક્સી ટકરાવાના કારણે થયો હતો.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના સગાઓને 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે

(12:00 am IST)