મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

ગાઝિયાબાદમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ : 10 છોકરાઓ અને 9 છોકરીઓ ઝડપાયા

અનેક મોબાઇલ ફોન અને દવાઓ પણ મળી :ત્રણેય સ્પા સેન્ટરોને સીલ કરી દેવાયા

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં પોલીસે મોટી સફળતા મેળવતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં 19 લોકોની ધરપકડ કરી છે. જેમાં 10 છોકરાઓ અને 9 છોકરીઓ શામેલ છે.

મળતી માહિતી મુજબ ઇન્દિરાપુરમ પોલીસ મથકે શનિવારે મોડી રાત્રે બાતમીદારોની બાતમીનાં આધારે આ વિસ્તારમાં 3 સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે અલગ-અલગ સ્પા સેન્ટરોમાંથી 10 છોકરાઓ અને 9 છોકરીઓને રાત્રી દરમિયાન ધરપકડ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા સ્પા સેન્ટરોની આડમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યા છે.

પોલીસ કાર્યવાહીમાં સ્પા સેન્ટર પર દરોડા દરમિયાન અનેક મોબાઇલ ફોન અને દવાઓ પણ મળી આવી છે. તેમજ સ્પા સેન્ટરમાંથી એક રજીસ્ટર પણ મળી આવ્યું છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, મોડી રાત્રે અટકાયત કરાયેલા 10 છોકરાઓ અને 9 છોકરીઓની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણેય સ્પા સેન્ટરોને સીલ કરી દેવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા તમામ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

(12:00 am IST)