મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

મહારાષ્ટ્રમાં ગઠબંધન બાદ પણ શિવસેનાએ બે બેઠકો પર ભાજપ સામે ઉમેદવારો ઉતાર્યા

કંકાવલી અને માણ બેઠક પર ભાજપ અને શિવસેનાના ઉમેદવારો સામસામે

મુંબઈ : મહારાષ્ટ્ર્ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન હોવા છતાં કંકાવલી અને માણ એવી બે બે વિધાનસભા બેઠકો છે જ્યાં શિવસેનાએ ભાજપના ઉમેદવાર હોવા છતાં પણ તેમના ઉમેદવારો ઉભા કર્યા છે.

  કંકાવલી બેઠક પરથી પૂર્વ સીએમ નારાયણ રાણેના પુત્ર નીતેશ રાણેને ભાજપે ટિકિટ આપી છે, જ્યારે જયકુમાર ગોરને માણ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ બંને નેતાઓ કોંગ્રેસની ટિકિટ પર 2014 ની ચૂંટણી જીત્યા હતા અને તાજેતરમાં ભાજપમાં જોડાયા છે.

  ભારતીય જનતા પાર્ટી અને શિવસેના મળીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. નામાંકનના અંતિમ રાઉન્ડ સુધીમાં, બંને પક્ષોમાં બેઠક વહેંચણી અંગે સમજૂતી થઈ હતી, પરંતુ કેટલીક બેઠકો એવી છે કે જ્યાં શિવસેનાએ પોતાને ગઠબંધન ધર્મ કરતા આગળ રાખ્યું છે અને ભાજપના ફાળે જતી બેઠક પર પણ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.

કાંકવાલી અને માણ બે વિધાનસભા બેઠકો છે જ્યાં શિવસેનાએ ભાજપના ઉમેદવાર હોવા છતાં પણ તેમના ઉમેદવારો ઉભા કર્યા છે. કંકાવલી બેઠક પરથી પૂર્વ સીએમ નારાયણ રાણેના પુત્ર નીતેશ રાણેને ભાજપે ટિકિટ આપી છે, જ્યારે જયકુમાર ગોરને માણ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ બંને નેતાઓ કોંગ્રેસની ટિકિટ પર 2014 ની ચૂંટણી જીત્યા હતા અને તાજેતરમાં ભાજપમાં જોડાયા છે.

(12:00 am IST)