મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

નજરબંધ બાદ મહેબૂબા મુફ્તીને મળી શકશે PDP પ્રતિનિધિમંડળ : તંત્રએ આપી મંજૂરી

પીડીપીનું 10 સભ્યોનું પ્રતિનિધિમંડળ પાર્ટી પ્રમુખની મુલાકાત લેશે

શ્રીનગર : કાશ્મીરમાં બે મહિનાથી નજરબંધ રહ્યા બાદ હવે પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીને મળવાની મંજૂરી મળી ગઇ છે. જમ્મુ-કાશ્મીર સરકારે રવિવારે પીડીપીના પ્રતિનિધિમંડળને આ મંજૂરી આપી.છે

પીડીપીનું 10 સભ્યોનું પ્રતિનિધિમંડળ સોમવારે શ્રીનગરમાં નજરકેદ પાર્ટી પ્રમુખ મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કરશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નિરસ્ત થયા બાદ એટલે કે પાંચ ઓગષ્ટથી મહેબૂબા મુફ્તી નજરકેદ છે

આ પહેલા રવિવારે નેશનલ કોન્ફ્રેન્સના 15 નેતાઓનું પ્રતિનિધિમંડળ ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાને મળ્યું હતુ.

(12:00 am IST)