મુખ્ય સમાચાર
News of Friday, 7th September 2018

અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિઓ સાથેના મતભેદો વચ્ચે પણ નવી રોજગારીમાં જંગી વધારોઃ ઓગ. માસમાં ર લાખ ૧ હજાર જેટલી રોજગારીના નિર્માણ સાથે બરેાજગારીનો દર ૧૮ વર્ષના તળિયે

યુ.એસ.માં ગ્લોબલ કંપનીઓ, તથા વ્યવસાયિકોના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિઓનો વિરોધ વચ્ચે પણ  ઓગ. માસમાં નવી ર લાખ ૧ હજાર રોજગારીનું નિર્માણ થયું છે. એટલું જ નહિ આના પરિણામે દેશનો બેરોજગારીનો દર છેલ્લા ૧૮ વર્ષમાં સૌથી નીચે ગયો છે. જે માત્ર ૩.૯ ટકા નોંધાયો છે. તથા આર્થિક વિકાસ તેમજ પગાર અને વળતરમાં વધારો થયો છે, જે મોટા રોકાણો  તથા ઓછા ટેકસના કારણે છે જે ઓગ. માસના જોબ્સ રિપોર્ટમાં દર્શાવાયુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:15 pm IST)