બેડરૂમમાં સરકાર માટે કોઇ જગ્યા નથી : થરૂર
નવી દિલ્હી : સમલૈગિકતા કેસમાં સુપ્રિમના ઐતિહાસીક ચુકાદા પર કોંગ્રેસી નેતા શશી થરૂરેે મોદિ સરકાર પર હુમલો કરતા બયાન આપ્યું છે, કોંગ્રેસી સાંસદ શશી થરૂરે ગુરૂવારે કોર્ટના આપસી સહમતીવાળા સમલૈેગિક સબંધોને ગુનો નહી માનવાના આવેલ ચુકાદાને આઝાદીની નવી સવાર ગણાવી હતી અને કહયું કે બેડ રૂમમા ં સરકાર માટે કોઇ જગ્યા નથી સર્વોચ્ચ અદાલત દ્વારા સમલૈગિક સમુદાય એલજીબીટી કયુ ની તરફેણમા ં નિર્ણય આવવા પર પોતાની પ્રતિક્રિયા આપતા શશી થરૂરે કહ્યું કે આ ઐતિહાસિક ચુકાદો સાંભળીને હું બહુ ખુશ છુ.
થરૂરે કહ્યું કે આપણે સરકારને આપણી અંગત જીંદગીમાં તાંકઝાંક કરવાની છુેટ આપી હતી પણ સર્વોચ્ચ અદાલતે લોકોનું ગોૈરવ મળ્યું છે. આ ફકત સેકસ નથી પણ એક પ્રકારની આઝાદી છે, જે વયસ્કો વચ્ચેની અંગત ક્રિયા છે. સરકારનું બેડરૂુમમાં કોઇ કામ નથી.