મુખ્ય સમાચાર
News of Friday, 7th September 2018

રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં ૮ ટકાનો થશે વધારોઃ પેટ્રોલ-ડિઝલની વધતી જતી કિંમતોની અસર

સામાન્ય લોકોને મોંધવારી વચ્ચે ફટકોઃ અન્ય ચીજો પણ થશે મોંધી દાટ : અનેક મોટી કંપનીઓએ પ્રોડકટના ભાવ વધાર્યોઃ લોકોની હાડમારી વધશે

મુંબઇ, તા.૭: રોજિંદા જીવનની વસ્તુનો કિંમતમાં એક તૃતીયાંશના ૫થી૮ ટકાનો વધાશે થશે. અનેક મોટી કંપનીઓએ અગાઉથી જ ભાવમાં વધારો કર્યો છે.

આ કંપનીઓએ મોંઘવારીના દબાણને તેનું કારણ ગણાવ્યું છે. જેમાં પેટ્રોલનું રેકોર્ડ લેવલ પર પહોંચવું નિ નિમત સપોર્ટ પ્રાઇઝનાં વધારો અને કેટલીક પ્રોડકટની કિંમતમાં વધારો સામેલ છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે.

લિસ્ટેડ બિસ્કિટ કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના મેનેઝિંગ ડાયરેકટર વરૂણબેરીએ કહ્યું મોંઘવારી વધી રહી છે. એવામાં પ્રોડકટના ભાવને પહેલાના ભાવ મુજબ વેચવું શકય નથી.

અમે કિંમતોના પટકાના વધારાની સાથે તેની શરૂઆત કરી રહ્યા છે. અમે તેની સાથે વેલ્યુ અને વોલ્યુમ ગ્રોથમાં સંતુલન બનાવાના પ્રયત્નો કરશે અનેક કંપનીઓ માટે તે છેલ્લા ૨ વર્ષના ભાવમાં સૌથી ઓછો વધારો હશે. ગ્લબિલ લેવલ પર કુડના ભાવ વધવાની સાથે પેટ્રોલની કિંમતો આ સમયે ૮૫ રૂપિયા પ્રતિલિટરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. જેની એફ એમસીજી કંપનીઓ પર સીધી અસર પડે છે. હાલ જ નાં બ્રોકરેજ ફર્મ જે ફરીઝની એક રીપાર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કન્ઝયુમર ગુઝ સેકટરની દિગગજ હિન્દુસ્તાન યુનિલીવર ડિટજેન્ટેસ, સ્કિન કેર અને કેટલીક સાબુની બ્રાન્ડની કિંમતોમાં  ગયા મહિને ૫થી૭ ટકાનો વધારો કર્યો છે. પેરાશુટ એન મેરીકોએ હેર ઓઇલ પોર્ટ ફોલિયોમાં ૭ ટકાનો વધારો કર્યો છે. જયારે ઓરલ કેર ફર્મ કોલગેટ પામોલિવે કેટલીક બ્રાન્ડના ભાવ ગયા મહિને ૪ ટકા સુધી વધાર્યો હતો.

તજજ્ઞાનું કહેવું છે કે રૂપિયા નબળો પડવાથી વધુ પડતી કંપનીઓની પેકેજીગ ખર્ચમાં પણ વધારો થશે. બોટલ્સ અને ટયુબ, બંને પ્રકારના પેકેજિંગ મટીરીયલમાં પેટ્રોલિયમ ઙેરિવેટીવનો ઉપયોગ કરવામાં આવે છે.

(3:43 pm IST)