મુખ્ય સમાચાર
News of Friday, 7th September 2018

અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી ૮૦૦ વર્ષ જૂની ર મૂર્તિઓ પરત કરીઃ કરોડોની કિમત

ન્યુયોર્ક તા. ૭ :.. ભારતમાંથી ચોરાયેલ હજારો ડોલરની બે પ્રાચીન મૂર્તિઓને અમેરિકાએ ભારતને પરત કરી દીધી છે. આ મૂર્તિઓ અમેરિકાના સંગ્રહાલયમાં રાખવામાં આવી હતી.

આ બે મૂર્તિઓમાંથી એક મૂર્તિ લિંગોધભવમૂર્તિ છે. આ મૂર્તિ ૧ર મી સદીની છે અને ગ્રેનાઇટથી બનેલી છે. ભગવાન શિવની આ મૂર્તિ ચોલા સમયકાળની છે.

હાલમાં આ મૂર્તિની કિંમત ર,રપ,૦૦૦ લાખ ડોલર આંકવામાં આવી છે. તમિલનાડુ માંથી મૂર્તિની ચોરી કરવામાં આવી હતી. આ મૂર્તિને અલાબામામાં બર્મિનગહામ મ્યુઝીયમમાં રાખવામાં આવી હતી.

બીજી મૂર્તિ બોધિત્સવ મંજૂશ્રીની છે. તલવાર પકડીને ઉભેલા મંજુશ્રીને સોના રંગથી રંગવામાં આવ્યા છે. આ મૂર્તિ ૧૯૮૦ ના દાયકાના અંતમાં બિહારના બોધ ગયા મંદિરની પાસે આવેલા એક મંદિરમાંથી ચોરવામાં આવી હતી. (પ-૧૧)

(12:04 pm IST)