મુખ્ય સમાચાર
News of Friday, 7th September 2018

ગાઝીયાબાદમાં છોકરીએ દારૂ પીધા બાદ માતા-પિતાના ઠપકાથી બચવા ફેસબુક ફ્રેન્‍ડ સામે દુષ્‍કર્મની ખોટી સ્‍ટોરી બનાવી

ગાઝિયાબાદ- ટ્યુશનથી પાછી ફરી રહેલી 12મા ધોરણની સ્ટુડન્ટના અપહરણ અને રેપના કેસમાં પોલીસે કોચિંગ સેન્ટરના મેનેજરને ક્લીનચિટ આપી છે. તપાસમાં જાણવા મળ્યું કે, મંગળવારના રોજ વિદ્યાર્થિનીએ પોતાના ફેસબુક ફ્રેન્ડ સાથે દારુ પીધો હતો. પરિવારને વાતની જાણ થાય તે માટે દુષ્કર્મની ફેક સ્ટોરી ઘડી કાઢી હતી.

પોલીસે CCTVની મદદથી પકડેલા ફેસબુક ફ્રેન્ડ અને તે છોકરીને આમને સામને બેસાડ્યા હતા. મેડિકલ રિપોર્ટમાં પણ દુષ્કર્મ થયું હોવાની પૃષ્ટિ નહોતી થઈ. પોલીસ હવે કેસ કેન્સલ કરવાની તૈયારી કરી રહી છે. ક્લીનચિટ મળ્યા પછી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં હાજર કોચિંગ સેન્ટરના મેનેજર બધાની સામે રડી પડ્યા. તેમણે જણાવ્યું કે, ટીચર્સ ડે પર પોલીસે તેમને મોટી ભેટ આપી છે.

ઈન્દિરાપુરમના SHO સચિન મલિકે જણાવ્યું કે, સ્ટુડન્ટની ફેસબુક પર વસુંધરામાં રહેતા એક યુવક સાથે દોસ્તી થઈ હતી. બન્ને ચેટિંગ પછી મળવા લાગ્યા હતા. મંગળવારે સાંજે યુવતી પોતાના મિત્રો સાથે વસુંધરાના એક પાર્કમાં બેઠી હતી. CCTV તપાસમાં વાતની પૃષ્ટિ થઈ છે. સાંજે 6 વાગ્યે તેમણે દારુ પીધો અને પિઝ્ઝા ખાધો. નશાના કારણે તે પાર્ક પાસે રોડ પર પડી ગઈ હતી, જેના કારણે તેના કપડા ફાટી ગયા હતા. સ્ટુડન્ટ વધારે પડતી નશામાં હોવાને કારણે તેનો મિત્ર સ્કૂટી પર તેને બેસાડીને તેના ઘર સુધી મુકી આવ્યો.

તેના પરિવારે જણાવ્યું કે, તે દિવસે એક કલાક મોડી પાછી ફરી હતી. પરિવારના ઠપકાથી બચવા માટે અને દારુ પીધો હોવાની જાણ પરિવારને થાય તે માટે તેણે રડતા રડતા માતાને રેપની ખોટી વાર્તા ઘડીને જણાવી.

જે સમયે પોલીસ છોકરી અને તેના મિત્રની પૂછપરછ કરી રહી હતી તે સમયે કોચિંગ સેન્ટરના મેનેજર પણ ત્યાં હાજર હતા. તપાસ પછી પોલીસે તેમને ક્લીનચિટ આપી દીધી. સાંભળીને કોચિંગ સેન્ટરના સંચાલક રડી પડ્યા. તેમણે કહ્યું કે, તમે મને ટીચર્સ ડે પર મોટી ભેટ આપી છે, જે હું આજીવન યાદ રાખીશ.

(6:05 pm IST)