મુખ્ય સમાચાર
News of Friday, 7th August 2020

આ મહિને શરૂ થશે 'કિસાન ટ્રેન' : ખેડૂતોને થશે ફાયદો

ભારતીય રેલવેની નવી ભેટ

નવી દિલ્હી તા. ૭ : ખેડૂતોને રાહત આપવા માટે ભારતીય રેલવેએ એક નવી ટ્રેનની શરુઆત કરી છે. ફળ અને શાકભાજીના માલવહન માટે ભારતીય રેલવે ૭ ઓગસ્ટથી પોતાની પહેલી કિસાન રેલ સેવા શરુ કરવા જઈ રહી છે. રેલવેએ ગુરુવારે કહ્યું કે આવી પહેલી રેલગાડી મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુરની વચ્ચે ચાલશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે જાન્યુઆરીમાં રજુ કરેલા બજેટમાં જલ્દી ખરાબ થનારા શાકભાજી જેવા ઉત્પાદનોના વહન માટે કિશાન રેલ ચલાવવાની જાહેરાત કરી હતી. આ સાર્વજનિક ખાનગી ભાગીદારી(પીપીપી) યોજના હેઠળ શીત ભંડારણની સાથે ખેડૂતો માટે ઉપજના પરિવહનની વ્યવસ્થા હશે.

રેલવે મંત્રાલયે એક વકતવ્યમાં કહ્યું હતું કે આ વર્ષે બજેટમાં જલ્દી ખરાબ થનારા કૃષિ ઉત્પાદનોને વધારે સારી શ્રૃંખલા સ્થાપિત કરવા કિશાન રેલ ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી  ૭ ઓગસ્ટથી ૧૧ વાગે પોતાની પહેલી કિસાન રેલ સેવા શરૂ કરવા જઈ રહી છે. રેલવેએ ગુરુવારે કહ્યું કે આવી પહેલી રેલગાડી મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુરની વચ્ચે ચાલશે. આ સાપ્તાહિક આધાર પર ચાલશે. આ ૧૫૧૯ કિમીનું આંતર કાપીને ૩૨ કલાકમાં મહારાષ્ટ્રથી બિહાર પહોંચશે.

મધ્ય રેલવે ભૂસાવલ ડિવીઝન પ્રાથમિક રીતે કૃષિ આધારિત ડિવીઝન છે અને નાસિક તથા તેની આસપાસનાા વિસ્તારોમાં શાકભાજી, ફળ, ફુલ અને અન્ય કૃષિ ઉત્પાદનો થાય છે. જે ખરાબ ન થાય તે પહેલા તેને અન્ય સ્થળે પહોંચાડવા આ વ્યવસ્થા કરાયી છે. ઉલ્લેખનીય છે કે આ સુવિધા સાથે ફળ -શાકભાજીના વહન માટેની સુવિધાનો પહેલા વાર પ્રસ્તાવ ૨૦૦૯-૧૦માં તે સમયના રેલવે મંત્રી મમતા બેનર્જીએ મુકયો હતો. જે શરુ ન થઈ શકયું.

(2:45 pm IST)