મુખ્ય સમાચાર
News of Thursday, 6th August 2020

દિશા પટાણીના પિતા કોરોના પોઝીટીવ: બીજા બે અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત

ઉત્તર પ્રદેશ પાવર ડિપાર્ટમેન્ટમાં વિજીલેન્સ યુનિટના ૩ ઑફિસર કોરોના પોઝીટીવ

મુંબઇ,બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટણીના પિતાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઉત્તર પ્રદેશ પાવર ડિપાર્ટમેન્ટમાં વિજીલેન્સ યુનિટના ૩ ઑફિસર કોરોના પોઝીટીવ નિકળ્યા છે, તે ત્રણ ઑફિસરમાં દિશાના પિતા પણ સામેલ છે.એડીશનલ સીએમઓએ આ વાત વિશેની જાણકારી આપી હતી.

જગદીશ પટાણી સહિત બીજા બે ઓફિસરને કોરોના થવાની જાણકારી મળી હતી. બાદમાં ૪૮ કલાક માટે ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. ત્રણેય અધિકારી ટ્રાંસફોર્મર સ્કેમની તપાસ કરી રહ્યા હતા. દિશા હવે સલમાન ખાન સાથે ફિલ્મ રાધેમાં નજર આવશે. દિશાએ તેના ફિલ્મી કરિયરની શરૂઆત તેલૂગુ ફિલ્મ લોફરથી કરી હતી. બોલિવૂડમાં તેની એન્ટ્રી એમ.એસ.ધોનીથી થઇ હતી. આ ફિલ્મ બાદ દિશાનું કરિયર બોલિવૂડમાં દોડવા લાગ્યું. ફિલ્મો સિવાય દિશા તેની ફિટનેસ અને ટાઇગર શ્રોફ સાથેના અફેરને લઇને ચર્ચામાં રહે છે.

(12:42 am IST)