મુખ્ય સમાચાર
News of Wednesday, 7th July 2021

કોલકત્તા હાઇકોર્ટ દ્વારા મુખ્‍યમંત્રી મમતા બેનરજીને મોટો ઝટકોઃ નંદીગ્રામ ચૂંટણી કેસની સુનાવણી કરતા જસ્‍ટીસ કૌશિક ચંદાએ આરોપો સામે મમતાને પાંચ લાખનો દંડ ફટકાર્યો

કોલકાતા: કોલકાતા હાઇકોર્ટ પાસેથી મુખ્યમંત્રી મમતા બેનરજીને મોટો ઝટકો લાગ્યો છે. નંદીગ્રામ ચૂંટણી કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ કૌશિક ચંદાએ પોતાની ઉપર લાગેલા આરોપોને નિરાધાર ગણતા મમતા પર પાંચ લાખનો દંડ ફટકાર્યો છે.

મુખ્યમંત્રી મમતા બેનરજી પાસેથી વસુલવામાં આવેલી દંડની રકમતી કોરોના કાળમાં જીવ ગુમાવનારા વકીલોના પરિવારોની મદદ કરવામાં આવશે. મમતાના વકીલે નંદીગ્રામ કેસની સુનાવણીમાં પક્ષપાતનો હવાલો આપતા જસ્ટિસ કૌશિક ચંદાની પીઠ પાસેથી કેસને સ્થળાંતર કરવાની અપીલ કરી હતી.

સીએમ મમતાના વકીલનો દાવો હતો કે જસ્ટિસ કૌશિક ચંદા અવાર નવાર ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા છે. આ કેસની સુનાવણી ખુદ જસ્ટિસ કૌશિક ચંદાએ કરી હતી, તેમણે ચુકાદો આપતા કહ્યુ કે જો કોઇ વ્યક્તિ કોઇ રાજકીય દળ માટે ઉપસ્થિત હોય છે તો તે અસામાન્ય છે પરંતુ તે એક કેસની સુનાવણી કરતા સમયે પોતાના પૂર્વાગ્રહને છોડી દે છે.

જસ્ટિસ કૌશિક ચંદાએ આરોપોને ફગાવ્યા

જસ્ટિસ કૌશિક ચંદાએ કહ્યુ કે આ મામલે આર્થિક હિત ઉભો નથી થતો, આ સૂચન આપવુ ખોટુ છે એક ન્યાયાધીશ જેનો કોઇ મામલે એક રાજકીય દળ સાથે સબંધ છે, તે પક્ષપાત કરી શકે છે.

જસ્ટિસ કૌશિક ચંદાએ કહ્યુ કે અરજી કરનાર કેસની સુનાવણી માટે મારો કોઇ વ્યક્તિગત ઝુકાવ નથી, મને આ કેસને ઉઠાવવામાં કોઇ હિચક નથી, ચીફ જસ્ટિસ દ્વારા મને સોપવામાં આવેલી કેસની સુનાવણી કરવી મારો બંધારણીય કર્તવ્ય છે, શરૂઆતમાં બેંચ બદલવાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

(5:16 pm IST)