મુખ્ય સમાચાર
News of Wednesday, 7th July 2021

મોદી પ્રધાનમંડળમાંથી કુલ ૧૧ પ્રધાનોના રાજીનામા

નવી દિલ્હીઃ સાંજે મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે પ્રધાનમંડળમાંથી રાજીનામા આપવાનો દોરઃ અત્યાર સુધીમાં કુલ ૧૧ પ્રધાનોએ રાજીનામા આપ્યા હોવાનું જાણવા મળે છેઃ છેલ્લે મળતા અહેવાલો મુજબ હરિયાણાના રતનલાલ કટારીયા વગેરેનો સમાવેશ થાય છેઃ આરોગ્ય, શિક્ષણ અને શ્રમ મંત્રીએ રાજીનામા આપી દીધા છે અને કેબિનેટના ફેરબદલનો માર્ગ મોકળો કર્યો છેઃ રાજ્યમંત્રી પ્રતાપચંદ્ર સારંગીએ પણ રાજીનામુ આપ્યુ હોવાનું જાણવા મળે છે રમેશ પોખ્રયાલ નિશંક, સંતોષ ગંગવાર, ડો. હર્ષવર્ઘન, સદાનંદ ગૌડા, બાબુલ સુપ્રિયો, અશ્વિની ચૌબે, રતન લાલ કટારિયા, પ્રતાપચંદ્ર સારંગી, રાવસાહેબ,  ઘનવે પાટિલ, સંજય ધોત્રે, દેબાશ્રી ચૌધરી

ડો.કિરીટ સોલંકી દિલ્હી પહોંચ્યા

રાજકોટ : ગુજરાતના ભાજપ સાંસદ ડો.કિરીટ સોલંકી દિલ્હી પહોંચ્યાના હેવાલો મળે છે. પ્રધાનમંડળમાં તેમના સમાવેશની પણ ચર્ચા ચાલી રહી છે.

નવા પ્રધાનમંડળની ઉડતી ઝલક

૧૧ મહિલા પ્રધાનો (૬ કેબીનેટ કક્ષા)

પ્રધાનોની એવરેજ ઉંમર ૫૮ વર્ષ

૧૪ પ્રધાનો ૫૦ વર્ષની નીચેના  (૬ કેબીનેટમાં)

૫ પછાત વર્ગના પ્રધાનો (૩ કેબીનેટ)

૨૭ ઓબીસી પ્રધાન (૫ કેબીનેટમાં)

૧૨ એસસી પ્રધાનો (૨ કેબીનેટ કક્ષા)

 

૮ એસટી પ્રધાનો (કેબીનેટ કક્ષા)

 

(4:30 pm IST)