મુખ્ય સમાચાર
News of Wednesday, 7th July 2021

નરેન્દ્રભાઈના નવા પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રને ૨ કેબીનેટ પ્રધાનો : ગુજરાતને કુલ ૭ પ્રધાનો મળશે?

રાજકોટ : ટોચના ભરોસાપાત્ર વર્તુળોએ 'અકિલા'ને જણાવ્યુ છે કે ૬ વાગ્યે નરેન્દ્રભાઈ મોદીનું નવું પ્રધાનમંડળ શપથ લેશે ત્યારે શ્રી પુરૂષોત્તમ રૂપાલા (કડવા પાટીદાર) અને શ્રી મનસુખ માંડવીયા (લેઉવા પાટીદાર) હાલના બંને રાજયકક્ષાના પ્રધાનોને કેબીનેટ કક્ષાના પ્રધાન બનાવાશે. પ્રથમ વખત સૌરાષ્ટ્રને ૨ કેબીનેટ પ્રધાનો મળશે તેવું આ સૂત્રો જણાવે છે. આ ઉપરાંત રાજયકક્ષાના પ્રધાનોમાં શ્રી દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના પ્રથમ વખત ચૂંટાયેલા ડો.મહેન્દ્ર મુંજપરા, સુરતના દર્શના જરદૌસના નામો મુખ્ય છે. હાલમાં કેન્દ્રીય કેબીનેટમાં ગુજરાતના ૨ વરિષ્ઠ પ્રધાનો શ્રી અમિતભાઈ શાહ (ગૃહ) અને એસ. જયશંકર મહત્વના ખાતાઓ સંભાળી રહ્યા છે. હવે આમ સૌરાષ્ટ્રને ૨ કેબીનેટ સહિત ૭ પ્રધાનો મળશે. જો કે સત્તાવાર જાહેરાત ગમે તે ઘડીએ થશે. નરેન્દ્રભાઈના નવા પ્રધાનમંડળમાં કુલ ૪૩ પ્રધાનો રહેશે તેમ જાણવા મળે છે.

(3:13 pm IST)