મુખ્ય સમાચાર
News of Wednesday, 7th July 2021

ર૦ર૪ની ચૂંટણીને ધ્યાને રાખી યુવાનોની પસંદગી

પીએમની નજર 'યુવા બ્રિગેડ' ઉપરઃ નવા મંત્રી મંડળમાં સૌથી વધુ યુવાનો હશે

શિક્ષિત-પ્રોફેશ્નલ્સ અને મહિલાઓને મળી શકે છે પ્રાધાન્યઃ વિસ્તરણ પછી નવી કેબિનેટની સરેરાશ આયુ અત્યાર સુધીની સૌથી ઓછી

નવી દિલ્હી તા. ૭ :.. વડાપ્રધાન મોદી બીજીવાર સત્તામાં આવ્યા પછી આજે સાંજે પહેલી વાર પ્રધાન મંડળનું વિસ્તર થશે. ૭ જૂલાઇની સાંજે નવા પ્રધાનો શપથ લઇ શકે છે. સરકારી સૂત્રોના હવાલાથી એનડીટીવીએ માહિતી આપી છે કે નવી કેબીનેટ આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી યુવા કેબીનેટ હશે. સુત્રોએ કહયું કે વિસ્તરણ પછી નવી કેબીનેટની સરેરાશ ઉમર સૌથી ઓછી હશે અને વધુમાં વધુ મહિલાઓ અને પ્રશાસનિક અનુભવવાળા લોકોને કેબીનેટમાં સ્થાન આપવામાં આવશે. સુત્રો અનુસાર, બધા મળીને બે ડઝનથી વધારે ઓબીસી વર્ગના પ્રતિનિધી હશે. યોજના એવી છે કે નાના નાના સમાજને કેબિનેટમાં પ્રતિનિધીત્વ આપવામાં આવે.

રિપોર્ટ અનુસાર, વિસ્તરણ પછી કેબિનેટની શિક્ષણની સરેરાશ પણ ઉંચી થશે. કેમ કે તેમાં પીએચડી, એમબીએ, પોસ્ટ ગ્રેજયુએટસ અને પ્રોફેશનલ્સને સામેલ કરાશે. સુત્રોએ કહયું કે મુખ્ય ફોકસ બધા રાજયો રાજયોને ધ્યાનમાં રાખીને કરાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને ર૦ર૪ માં લોકસભાની ચૂંટણી છે.

આ ફેરફારમાં ઉત્તર પ્રદેશને ખાસ પ્રેફરન્સ મળી શકે છે કેમ કે આવતા વર્ષની શરૂઆતમાં ત્યાં વિધાનસભાની ચૂંટણી છે અને રાજકીય રીતે તે દેશનું સૌથી મહત્વ પૂર્ણ રાજય છે. સુત્રો અનુસાર, પશ્ચિમ બંગાળનું પ્રતિનિધીત્વ પણ આ વિસ્તરણમાં વધી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપના સહયોગી જદયુ અને અપના દલ (એસ) ને પણ પ્રતિનિધીત્વ મળી શકે છે. મોદી કેબીનેટમાં અત્યારે રામદાસ આઠવલે એક માત્ર બિન ભાજપા નેતા છે.

રાજકીય નિષ્ણાંતોએ એવો પણ ઇશારો કર્યો છે કે જેડીયુને મંત્રી મંડળમાં મહત્વની ભાગીદારી મળી શકે છે. જયોતિરાદિત્ય સિંધીયા, સર્વાનંદ સોનોવાલને પણ કેબીનેટમાં સ્થાન આપી શકાય છે. તો આવતા વર્ષે જે રાજયોમાં ચૂંટણીઓ થવાની છે ત્યાંના મહત્વપૂર્ણ નેતાઓને સ્થાન મળી શકે છે.

(11:36 am IST)