મુખ્ય સમાચાર
News of Tuesday, 7th July 2020

બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝૅઅર બોલસોનારો કોરોના ચેપગ્રસ્ત ભારે તાવ બાદ ચોથી વાર કોરોનાનું પરીક્ષણ કરાવ્યું હતું

તેમણે હંમેશાં કોરોના વાઇરસનું જોખમને ઓછું આંક્યું હતું: મામુંલી ફલૂ ગણાવ્યું હતું : કેટલાય જાહેર આયોજનમાં માસ્ક વગર પહોંચી ગયા હતા

બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝૅઅર બોલસોનારો કોરોના ચેપગ્રસ્ત થઈ ગયા છે.  ભારે તાવ બાદ તેમણે ચોથી વાર કોરોના વાઇરસનું પરીક્ષણ કરાવ્યું હતું.જેમાં તેઓ પૉઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે તેમણે હંમેશાં કોરોના વાઇરસનું જોખમને ઓછું આંક્યું હતું. કેટલીય વાર તેમણે કોરના વાઇરસને મામુલી ફ્લૂ ગણાવ્યો હતો. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે તેમના પર વાઇરસની કોઈ અસર નહીં થાય.જોકે,  તેઓ કોરોનાગ્રસ્ત થઈ ગયા.

બોલસોનારો દેશના વિવિધ પ્રાંતોમાં લદાયેલા લૉકડાઉનને હઠાવવા માટે કરાઈ રહેલાં જાહેર પ્રદર્શનોમાં પણ સામેલ થઈ ચૂક્યા છે.પોતાનાં નિવેદનોમાં તેઓ ભલે કોરોના વાઇરસની અસરને હળવાશમાં લેતા હોય પણ કોરોનાએ સમગ્ર બ્રાઝિલને પોતાની ઝપેટમાં લઈ લીધું છે.

સોમવાર સુધી બ્રાઝિલમાં 16 લાખથી વધુ લોકો કોરોનાગ્રસ્ત હતા. જ્યારે દેશમાં અત્યાર સુધી 65 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.કોરોના સંક્રમિત થયા એ પહેલાં સોમવારે કાયદામાં ફેરબદલ કરતાં તેમણે બ્રાઝિલમાં જાહેરસ્થળોએ માસ્ક પહેરવો ફરજિયાત કરી દીધો હતો.આ પહેલાં સ્થાનિક નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલાંય જાહેર આયોજનોમાં તેઓ માસ્ક પહેર્યા વગર પહોંચી ગયા હતા

(11:55 pm IST)