મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીઅે કોંગ્રેસ સાથે મળીને કામ કરવાની તરફેણ કરી પણ રાહુલ ગાંધીને ખુબ જ જુનિયર કહ્યા

કોલકાતા : શ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રીઅે અેક ઇન્‍ટરવ્‍યુંમાં કોંગ્રેસ સાથે મળીને કામ કરવાની તરફેણ કરી પણ રાહુલ ગાંધીને ખુબ જ જુનિયર પણ કહ્યા હતા.

તેમણે કહ્યું કે, કેન્દ્રની ભાજપનીત રાજગ સરકાર સૌ હિટલરની જેમ કામ કરી રહી છે. તૃણમુલ અધ્યક્ષે એક પત્રિકાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેનાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ખુબ જ સારા સંબંધો છે, જો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે ક્યારે પણ કામ નથી કર્યું. તેમણે રાહુલને ખુબ જ જુનિયર ગણાવ્યો હતો.  ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન બનવાની મહત્વકાંક્ષા અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, તેમની એવી કોઇ જ મંશા નથી. જો  કે  તેમ કહેવામાં આવતા કે પોતે તે પદની દોડથી બહાર નથી કરી રહ્યા તો તેઓ અનિશ્ચિત દેખાયા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન પદના ઉમેદવાર માટે તૈયારી કરવાનાં બદલે આપણે સાથે મળીને કામ કરવું જોઇએ. બેનર્જીએ કહ્યું કે, તેમને કોઇની સાથે કામ કરવામાં ત્યા સુધી કોઇ સમસ્યા થી જ્યા સુધી તેમની મંશા અને દર્શન સ્પષ્ટ ન થઇ જાય.

કોંગ્રેસ નેતૃત્વની સાથે સંબંધો અંગે પુછવામાં આવતા બેનર્જીએ કહ્યું કે, હું રાજીવ જી કે સોનિયાજી અંગે જે કહી શકું છું તે રાહુલ અંગે કહી શકુ નહી કારણ કે તે ઘણા જુનિયર છે. તેમ પુછવામાં આવતા કે શું તે કોંગ્રેસ સાથે કામ કરવા અથવા તેની સાથે તાલમેલ કરવાની વિરુદ્ધ નથી તો બેનર્જીએ કહ્યું કે, મને કોઇ જ સમસ્યા નથી. મારી મંશા તમામને એક કરવાની છે. જો કે તે મારા એકલાનો નિર્ણય નથી. આ તમામ ક્ષેત્રીય દળોનો નિર્ણય હોવો જોઇએ. મને કોઇની પણ સાથે કામ કરવામાં સમસ્યા નથી.

કેટલીક વિપક્ષી પાર્ટીઓના કોંગ્રેસને છોડીને સંઘીય મોર્ચો બનાવવાના મુદ્દે તેમણે કહ્યું કે, કેટલીક પાર્ટીઓ કોંગ્રેસનું સમર્થન નથી કરી રહ્યા કારણ કે તેમની પોતાની ક્ષેત્રીય મજબુરીઓ છે. તેમણે કહ્યું કે, હું તેમના પર દોષારોપણ નથી કરી રહી.પરંતુ મારૂ કહેવું છે કે ભાજપની વિરુદ્ધ એક સાથે મળીને કામ કરીએ છીએ. જો કોંગ્રેસ મજબુત છે અને કેટલાક સ્થળો પર વધારે સીટો મેળવે છે તો તેની આગેવાની કરે દે. જો ક્ષેત્રીય દળો કોઇ સ્થળે એક સાથે રહે તો તેઓ નિર્ણાયક બની શકે છે.

(12:12 am IST)