મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

અમેરિકા અને ચાઇના વચ્ચેના ટ્રેડવોરમાં રશિયાએ ઝંપલાવ્યું :યુએસના સમાન પર ટેક્સમાં કર્યો વધારો

 

મોસ્કો : છેલ્લા ઘણા મહિનાઓથી અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરમાં હવે રશિયાએ પણ ઝંપલાવ્યુ છે. રશિયાએ અમેરિકાથી આયાત કરવામાં આવતા અમુક સામાનો ટેક્સ દર વધારી દીઘો છે.

 રશિયાના આર્થિક મામલાઓના પ્રધાન મેક્સિમ ઓરશિક્ને એક નિવેદનમાં કહ્યુ છે કે ક્ષતિપૂર્તિ માટે આયાત ટેક્સના દરને વધારીને 25થી 40% કરવામાં આવ્યા છે. આયાત કરવામાં આવનાર ઉત્પાદન પર નિર્ભર કરે છે.

 રશિયાના પ્રધાન ઓરશ્કિને કહ્યુ છે કે તાજેતરમાં અમેરિકાના વ્યાપારિક પ્રતિબંધોનો ખર્ચ રશિયાને 53.76 કરોડ ડોલર પડયો છે. આયાત ટેક્સમાં વધારો માત્ર અમને થયેલા નુકશાનની ભરપાઇ કરશે

 તેમણે કહ્યુ છે કે વિશ્વ વેપાર સંગઠનના નિયમાનુસર રશિયાને કરવાનો પુરો અધિકાર છે. સબંધમાં રશિયા આગળ પણ પ્રકારની કાર્યવાહી કરી શકે છે.

(10:08 pm IST)