મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

બફેટને પાછળ છોડી જકરબર્ગ ત્રીજા સ્થાને

માત્ર ૩૪ વર્ષની વયમાં જકરબર્ગ સંપત્તિના મામલામાં સૌથી આગળ

નવી દિલ્હી,તા.૭: ફેસબુકના સહસ્થાપક માર્ક જકરબર્ગ મૂડીરોકાણકાર વારેન બફેટને પછાડીને દુનિયામાં ત્રીજા નંબરે સૌથી અમીર વ્યક્તિ તરીકે પહોંચી ગયા છે. માત્ર ૩૪ વર્ષની વયમાં જકરબર્ગ સંપત્તિના મામલામાં સૌથી આગળ પહોંચી ગયા છે. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સથી માર્ક જકરબર્ગ હવે પાછળ રહ્યા છે. યાદીમાં તેમનાથી આગળ હવે બે વ્યક્તિ રહી છે. જેમાં એમેઝોનના સ્થાપક જૈફ બેજોસ અને બિલ ગેટ્સ રહ્યા છે. જકરબર્ગની સંપત્તિનો આંકડો હાલમાં ૮૧.૬ અબજ ડોલરની આસપાસનો છે જે બફેટની સંપત્તિથી ૩૭૩ ડોલર મિલિયન વધારે છે.

(9:45 pm IST)