મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

ડિઝીટલ આધાર ટ્રેનમાં હવે આઈડી તરીકે માન્ય ગણાશે

આઈડી પ્રૂફ ગુમ થઈ જવાની ફરિયાદો બાદ નિર્ણય :આધાર અને ડ્રાઈવીંગ લાઈસન્સની સોફ્ટ કોપી આઈડી તરીકે સ્વીકારાશે :ડિઝીલોકરમાં સ્ટોર કરવા માટે જરૂર

નવી દિલ્હી, તા. ૭ :ટ્રેનમાં યાત્રા કરતી વેળા આઈડી પ્રૂફ ગુમ થઈ જવાની હંમેશા ચિંતા સતાવતી રહે છે પરંતુ હવે આને લઈને ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. રેલવે હવે આપના આધાર અને ડ્રાઈવીંગ લાઈસન્સની સોફ્ટકોપીનો સ્વીકાર કરશે. શરત એ રહેશે કે તેને ડીજી લોકરમાં સ્ટોર કરવાની ફરજ પડશે. આ એક પ્રકારની ડિઝીટલ સ્ટોરેજ સેવા છે. આને સરકાર ઓપરેટ કરે છે. ભારતીય નાગરિક આ ડિઝી લોકરમાં ક્લાઉડ પર પોતાના સત્તાવાર દસ્તાવેજો સ્ટોર કરી શકશે. રેલવે દ્વારા પોતાના તમામ ઝોનલ ચીફ કોમર્શિયલ મેનેજરોને આ સંદર્ભમાં સૂચના આપી દીધી છે. તેમને કહેવામાં આળ્યું છે કે આવી સેવા માટે આ બંને ઓળખપત્રોને યાત્રીના માન્ય આઈડી પ્રૂફ તરીકે સ્વીકાર કરવામાં આવશે. આદેશમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જો યાત્રી પોતાના ડિઝી લોકર એકાઉન્ટરમાં બ્લોગ ઈન કરીને ઈસ્યુડ ડોક્યુમેન્ટ સેકશનથી આધાર અથવા તો ડ્રાઈવીંગ લાઈસન્સ દર્શાવે છે તો તેને માન્ય આઈડી પ્રૂફ તરીકે સ્વીકાર કરવામાં આવશે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે યાત્રી તરફથી પોતે અપલોડ કરવામાં આવેલા દસ્તાવેજો જે અપલોડેડ ડોક્યુમેન્ટમાં આવે છે તેમને માન્ય આઈડી પ્રૂફ તરીકે સ્વીકાર કરવામાં આવશે નહીં. મોદી સરકારના ડિઝિટલ ઈન્ડિયા અભિયાનના હિસ્સા તરીકે હાલમાં ડિઝી લોકરમાં ડિઝિટલ ટ્રાઈવીંગ લાઈસન્સ અને આધારને સ્ટોર કરી શકાય છે. ક્લાઉડ આધારીત પ્લેટફોર્મે સીબીએસઈની સાથે કરાર કર્યો છે. આનો હેતુ વિદ્યાર્થીઓને માર્કશીટની ડિઝિટલ કોપી ઉપલબ્ધ કરાવવાનો રહેલો છે. સબસ્ક્રાઈબર ડિઝી લોકરથી પોતાના પેનકાર્ડને પણ જોડી શકે છે. પેનના આઈડી તરીક ડિઝીટલ આધારને હવે માન્ય ગણવામાં આવશે. આનાથી ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓને વધારે રાહત થશે. કારણ કે આઈડી પ્રૂફ ગુમ થઈ જતા હોવાની ફરિયાદો મળતી રહે છે.

(7:23 pm IST)