મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

૧૧૬૩ ફુટ લાંબી લાઇનમાં ૨૪૯૬ હોટડોટ બનાવીને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હીઃ દુનિયામાં દરેક માણસને ઇચ્છે છે કે તે કંઈક એવુ કરી શકે કે જેનાથી તેને સમગ્ર દુનિયા યાદ કરે, જેના માટે આજે લોકો હટકે કામ કરવાનું વિચારે છે. જે કોઇએ ન કર્યુ હોય અને પહેલા બનેલા રેકોર્ડને તોડીને એક નવો રેકોડ બનાવી શેકે. જેનાથી તેમનું નામ પણ ગિનિઝ વર્લ્ડ રેકોડમાં આવી શકે.

આવો જ એક રેકોર્ડ ઇલિનોઇસ ગોલ્ફ કોર્સે 1,163 ફૂટ લાંબી લાઇનમાં 2,496 હોટ ડોગ બનાવીને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રોમેવિલેમાં મિસ્ટવુડ ગોલ્ફ ક્લબે 4 જુલાઈને સૌથી વધુ પસંદ કરી હોટ ડોગને બનાવવાનું શરૂ કર્યું હતુ.

છેલ્લી વખત જાપાની કંપની નકાકાશુ કુબોટાએ 1,157 ફૂટનો લાંબો હોટ ડોગ બનાવીને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યુ હતુ, જેનો આ વર્ષે રેકોર્ડ ઇલિનોઇસ ગોલ્ફ કોર્સે તોડ્યો છે.

મિસ્ટવુડ ગોલ્ફ ક્લબના ફૂડ એન્ડ પેય ડિરેક્ટર જીમી કોક્લાસે કહ્યું, હોટ ડોગ એ અમેરિકન ચીઝ છે, એટલે અમે નક્કી કર્યું છે કે આ રેકૉર્ડને ઘર એટલે કે યુ.એસમાં લાવવાનો હવે સમય છે.

(5:33 pm IST)