મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

હવે દિલ્હી સરકાર સીએનજીમાં હાઈડ્રોજન મિક્સ કરીને પ્રદુષણ ઘટાડશે

હાઈડ્રોજન મિશ્રિત સીએનજીને HCNG તરીકેઓળખાય છે : પ્રદુષણ ઘટવા સાથે માઈલેજ પણ વધુ આપશે

નવી દિલ્હી :હવે દિલ્હી સરકાર સીએનજીમાં હાઈડ્રોજન મિક્સ કરીને HCNG પર પોતાની બસો દોડાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રયોગ સફળ રહ્યો તો દિલ્હીની બસો પ્રદૂષણ ઓકતી બંધ થઈ જશે.

   હાઈડ્રોજન મિશ્રિત સીએનજીને HCNG તરીકે ઓળખવામાં આવે છે, અને તેના પર ચાલતા વાહન વધુ માઈલેજ આપવાની સાથે પોલ્યુશન સીએનજીથી પણ ઓછું ફેલાવે છે. દિલ્હી સરકાર પાઈલોટ પ્રોજેક્ટ તરીકે 50 બસોને HCNG પર દોડાવશે, અને આ પ્રયોગ સફળ રહ્યો તો વધુ બસો તેના પર દોડાવાશે.

(2:28 pm IST)