મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

ડૉ. વલ્લભભાઇ કથિરીયા અને ડૉ.પ્રદિપભાઇ કણસાગરાનું અમેરિકામાં અદકેરૂ સન્‍માન : AAPI, સૌરાષ્‍ટ્ર સમાજ ઓફ અમેરિકા, ઇન્‍ડિયા એશોશિએશન, ગુજરાતી સમાજ, તથા વલ્લભધામ હવેલી સહિત વિવિધ સંસ્‍થાઓ દ્વારા સન્‍માન સમારોહ યોજાયા

કનેક્ટીકટ:    યુ.એસ.ના કનેક્ટીકટ રાજ્યમાં હવેલી ઇનિડયા ખાતે AAPI,(એશોશિએશન ઓફ અમેરિકન ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન ) ના મહા સંમેલનમાં key note સ્પીકર તરીકેના આમંત્રણને માન આપી યુ.એસ..ના ટૂંકા પ્રવાસે આવેલા શ્રી વલ્લભભાઈ કથીરિયા,અને ડો.પ્રદીપ કણસાગરાનું સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરિકા,ઇન્ડિયા એશોશિએશન,ગુજરાતી સમાજ,વલ્લભઘામ હવેલી,સહીત વિવિધ ભારતીય સંગઠનો,ઉદ્યોગપતિઓ,તથા સામાજિક આગેવાનો દ્વારા " હવેલી ઇન્ડિયા "ખાતે સન્માન સમારોહ યોજાયો હતો.

   સન્માનનો પ્રત્યુત્તર આપતા ડો.કથીરિયાએ જણાવ્યું હતું કે કેન્સર સર્જન તરીકેની અને રાજકીય કારકિર્દીમાં માત્ર વિજ્ઞાન ઉપર આધારિત કાર્ય કર્યું છે.પણ મને જયારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગૌ-સેવા આયોગના ચેરમેન તરીકે જવાબદારી સોંપી ત્યારે મેં સમગ્ર ભારતમાં પ્રવાસ કરી અસંખ્ય ગૌશાળાની મુલાકાત લઇ " ગાય માતા " વિષે ખુબ અભ્યાસ કર્યો છે.

    " ગાય માતા " માત્ર હિંદુઓ માટે આસ્થા અને ધાર્મિક શ્રદ્ધા નું પ્રતિક નહીં બલ્કે " વિશ્વમાતા " તરીકે સમગ્ર વિશ્વને સ્વીકારવાનો સમય આવી ગયો છે.ગાય માતા બચશે તો આવનારી પેઢી બચશે.

   અનેક વૈજ્ઞાનિક સંશોધનો બાદ સાબિત થઇ ચૂક્યું છે કે ગાયના દૂધ,મૂત્ર,અને છાણમાં જે અદભુત શક્તિ છે તે આજ સુધીમાં બીજે ક્યાંય જોવા મળી નથી.

ગાયનાં તાજા છાણમાં ૨૩ ટકા ઓકિસજન, સુકાછાણમાં ૨૭ ટકા અને જ્‍યારે છાણમાંથી ભષ્‍મ બને છે ત્‍યારે ૪૬ ટકા ઓકિસજન હોય છે. ગાયનાં છાણમાંથી બનેલી ‘‘ચીપ્‍સ'' ને સેલફોનમાં મૂકવાથી રેડીએશનથી બચી શકાય છે. સેલફોન ના રોજબેરોજના વપરાશથી રેડીએશનથી બચી શકાય છે. સેલફોન નાં રોજબેરોજના વપરાશથી તેમાં ઉત્‍પન્‍ન થતાં રેડીએશન થી મગજના અને શરીરના કોષોને જે નૂકશાન થાય છે તેની હજી આવતા૧૦-૧૫ વર્ષે ખબર પડશે. પરંતુ તાજેતરમાં થયેલા વૈજ્ઞાનિક સંસોધનથી પુરવાર થયું છે કે છાણમાંથી બનેલી ચીપ્‍સ ફોન સાથે જોડવાથી બચી શકાય છે.

ગાયના દૂધ અને ઘી માં કેન્‍સરના કોષોને નાશ કરવાની અદ્‌ભૂત તાકાત છે. કીમોથેરાપી કે કેન્‍સરના  ઇલાજ માટે વપરાતી દવા કરતાં અનેકગણી અસરકારક છે.

હું કેન્‍સરના સર્જન તરીકે અપીલ કરૂં છું કે હવે સમય પાકી ગયો છે કે દરેક વ્‍યકિત ઘરના આંગણે ગાયમાતાને પાળીએ. માત્ર આસ્‍થા અને શ્રધ્‍ધા માટે  નહીં પરંતુ ઉદ્યોગતરીકે, રોજીરોટી કમાવા અને આત્‍મનિર્ભર થવા માટે પણ ગાયમાતા જેવો કોઇ વિકલ્‍પ નથી. સચોટ રીતે રજુ કરવા-પ્રોજેકશન ટીવી અને સ્‍લાઇડ શો, ફિલ્‍મ, રજુ કરાવીને સાબિત કર્યું હતું. ભગવાન શીવ અને કૃષ્‍ણ પણ ગાયને પાળતાં અને વૈજ્ઞાનિક કારણો આપ્‍યાં હતાં.

- ડો.પ્રદિપભાઇ કણસાગરા એ જણાવ્‍યું હતું કે પોતે જ્‍યારે અમદાવાદમાં યુરોસર્જન તરીકે અભ્‍યાસ કરતાં હતાં ત્‍યારે પથરી અને કીડનીનાં દર્દીઓમાં ૧૦ માંથી ૭ દર્દીઓ સૌરાષ્‍ટ્રના હતાં. સર્જન થયાં પછી રાજકોટ ખાતે પોતાની હોસ્‍પિટલ શરૂ કરી. ખૂબજ વ્‍યસ્‍ત રહેનાર પોતાની પ્રેકટીશ દરમ્‍યાન એમના પિતાશ્રી સ્‍વ.જીણાભાઇ કણસાગરા (ભૂ.પૂ. ધારાસભ્‍યશ્રી અને ખેડૂત આગેવાન) અને સ્‍વામી સચ્‍ચિદાનંદ જેવાની પ્રેરણાથી ધીકતી પ્રેકટીશ છોડીને બી.ટી. સવાણી કીડની હોસ્‍પિટલની રાજકોટમાં સ્‍થાપના કરી. અસંખ્‍ય દાતાઓના દાનથી અને ડો.પ્રદિપભાઇની મહેનતથી આજે માત્ર ભારતમાંજ નહીં બલ્‍કે વિશ્વમાં એકજ છત્રનીર્ચ, ડાયાલીસીસ થનાર હોસ્‍પિટલમાં મોખરે છે. આજે મેગા કેમ્‍પ, રીસર્ચ ડીપાર્ટમેન્‍ટ વગેરે સૌરાષ્‍ટ્રના લોકો માટે આર્શીવાદ સમાન છે.

ડો.કણસાગરા એ વધુમાં જણાવ્‍યું હતું કે આજના વ્‍યસ્‍ત સમયમાં હેલ્‍થ અવેરનેશ માટે હવે જાગૃત થવું પડશે. આવા સામાજીક સંગઠનો  દ્વારા લોકોમાં હેલ્‍થ અવેરનેસ ઊભી કરવા પ્રયાસ કરવો જોઇએ. આ માટે હું કોઇ પણ સમયે હાજર રહી માર્ગદર્શન આપવા તૈયાર છું.

ડો.પ્રસાદ શ્રીનિવાસન (કનેક્ટીકટ સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ ) જણાવ્યું હતું કે ભારતીય અમેરિકનો બિઝનેસ,ઉદ્યોગ,એકેડમી,કે અન્ય કોઈ ઉદ્યોગમાં હોય આપણે સફળ થયા છીએ.

અમેરિકાની એમેઝોન,જે.પી.મોર્ગન,બર્કશાયર હેથવે જેવી બુલંદ કંપનીઓ જયારે વિશ્વ કલ્યાણ માટે અબજો રૂપિયા ખર્ચીને અને બેટર હેલ્થ,બેટર સોસાયટી,તથા વિશ્વ શાંતિ માટેના પ્રોજેક્ટના અમલ માટે ઇન્ડિયન અમેરિકનને જવાબદારી સોંપે છે,તે ગૌરવની બાબત છે.આપણે સફળ પણ થયા છીએ.

હવે જયારે સમય આવ્યો છે આપણા બુદ્ધિધનો ને રાજનીતિમાં જોડાવાનો,જેથી સત્તામાં રહી તમારા નિર્ણય સમગ્ર વિશ્વના દેશો માટે ફાયદાકારક બને.તેવા હેતુથી કનેક્ટીકટ સ્ટેટના ગવર્નરપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.

ડો.કિશોર નારએ જણાવ્યું હતું કે ફેફસા અને સ્વાસોસ્વાસના તબીબી વ્યવસાયથી રીટાયર થયો છું,પણ કોઈ પણ સમયે મારી વિના મુલ્યે સેવા હાજર હશે.

શ્રી લાખનસિંહ કેશવાલા,મુકેશભાઈ દેસાઈ,પૂર્ણિમા શાહ,રાજીવ દેસાઈ,વિગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન શ્રી ભાસ્કર સુરેજાએ કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા ભીમા મોઢવાડીયા,વિજય ફળદુ,દિનેશ વાછાણી,કિરીટભાઈ ડેડાણિયા,દિપક ગોવાણી,મધુભાઈ ઘોડાસરા,ધ્રુવ ફળદુ,કિરીટ સવસાણી,દિનેશ ભગાણી,શૈલેષ મોદી,સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(12:01 pm IST)