મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

ત્રિપલ તલાક વિરૂધ્‍ધ જંગ શરૂ કરનાર શાયરાબાનો ભાજપમાં જોડાશે

દહેરાદુન, તા.૭: ત્રિપલ તલાક વિરૂધ્‍ધ લડાઇ શરૂ કરનાર ઉતરાખંડની શાયરા બાતો ભાજપમાં જોડાઇ આ અંગે બાનોએ પોતાના પિતા-અહમંદની સાથે ભાજપ રાજય અધ્‍યક્ષ અજયભટ્ટ સાથે કરી મુલાકાત ભટ્ટ સાથે મુલાકાત દરમ્‍યાન તેઓ ભાજપ સાથે જોડાવાની ઇચ્‍છા વ્‍યકત કરી છે ભટ્ટે કહયું બાનો એ આજે મારી સાથે મુલાકાત કરી હતી. હવે તે વિશ્વભરનો ચહેરો બની ગઇ છે. અને અમારા પક્ષ તેનું સ્‍વાગત કરવામાં ખુબજ ખુશી મળશે.

બાનોએ વર્ષ ૨૦૧૬માં સુપ્રીમમાં ત્રિપલ તલાક વિરૂધ્‍ધ અરજી કરતી હતી. બાનોએ માંગ કરી હતી કે તેના પતિ દ્વારા તેને આપેલા ત્રિપિલ તલાકને ફયાવી દેવામાં આવે ત્‍યારબાદ તેની અરજીમાં તેની સાથે ચાર અન્‍ય મહિલાઓ પણ જોડાઇ ગઇ હતી ઓગસ્‍ટ ૨૦૧૭માં સુપ્રીમકોર્ટ ત્રિપલ તલાકને ગેરકાયદેર ગણાવ્‍યું હતું.

બાનોએ જણાવ્‍યું, મે આજે ભાજપ નેતાઓ સાથે મુલાકાત કરી અને તેના પક્ષ સાથે જોડાવાની ઇચ્‍છા વ્‍યકત કરી ભાજપની પ્રશંસા કરીને બાનોએ જણાવ્‍યું, મને નરેન્‍દ્રમોદીનો જ સપોર્ટ હતો. જેનાથી મને ન્‍યાય મળ્‍યો છે.

 

(10:37 am IST)