મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

છત્તીસગઢ : મોબાઇલ માટે ચાલુ ટ્રેનમાંથી કૂદી ગઇ નાની બહેન

મોબાઇલ ન મળતા ચાલુ ટ્રેનમાંથી કુદી

રાંચી તા. ૭ : છત્તીસગઢના કોરબા શહેરમાં મોબાઈલના ક્રેઝનો કિસ્સો સામે આવ્યો છે. મોટી બહેને મોબાઈલને લઈને નાની બહેન સાથે મજાક કર્યો જેના કારણે નાની બહેને ચાલુ ટ્રેનથી છલાંગ લગાવી દીધી. ટ્રેનની ગતિ ધીમે હોવાથી છોકરીનો જીવ બચી ગયો. રેલવે પોલીસે છોકરીને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી.

મળી રહેલી માહિતી મુજબ બે બહેનો રાયપુર-કોરબા પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. મુસાફરી દરમિયાન નાની બહેન મોબાઈલમાં વ્યસ્ત હતી. તેને જોઈને મોટી બહેને મજાક સૂજયો. જયારે નાની બહેન વોશરૂમમાં જઈને પાછી આવી તો તેણે જોયું કે તેનો મોબાઈલ સીટ પર નહોતો.

મોબાઈલ ન દેખાતા મોટી બહેનને પુછ્યું કે કયાં ગયો મોબાઈલ. મોટી બહેને મસ્તીમાં કહ્યું કે તેણે મોબાઈલને બારીમાંથી બહાર ફેંકી દીધો. આ વાત સાંભળીને નાની બહેનને ગુસ્સો આવ્યો અને તે પણ ચાલુ ટ્રેનમાંથી કૂદી પડી. આ ઘટના બાદ ટ્રેનમાં બેસેલા લોકોને ખબર પડતા તેઓ મદદ માટે દોડી આવ્યા અને ચેન ખેંચીને ટ્રેન રોકાવી. નાની બહેનેને ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પહોંચાડી હતી. આ બંને બહેનો તેની મતાને મળવા રાયપુર ગઈ હતી.

(10:37 am IST)