મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

કુમારસ્વામીએ ભાજપને પૂછ્યું 'રામ મંદિર માટે એકત્ર થયેલી ઈંટો ક્યાં છે ??

ઈંટો કચરાપેટીમાં ફેંકી દીધી અને રૂપિયા પોતાના ખિસ્સામાં રાખી લીધા: છેલ્લા 26 વર્ષથી આ લોકો રામમંદિર બનાવી રહ્યાં છે

 

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રામમંદિર મુદ્દે ભાજપને સવાલ પૂછીને નવી વિવાદ છેડ્યો છે કર્ણાટક વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન કુમારસ્વામીએ ગૃહમાં કહ્યું કે ભાજપને એ જણાવવું જોઈએ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે તેને કેટલી ઈંટો એકત્ર કરી છે

  રાજ્યની મુખ્ય વિપક્ષ ભાજપ પર નિશાન સાધતા કુમારસ્વામીએ કહ્યું કે ભાજપએ  રામ મંદિર વાત કરીને પદયાત્રા કરી,રામ મઁદિર  બનાવવાનો વાયદો કરીને ઈંટો અને પૈસા લીધા પરન્તુ તેઓએ  ઈંટો કચરાપેટીમાં ફેંકી દીધી અને રૂપિયા પોતાના ખિસ્સામાં રાખી લીધા , છેલ્લા 26 વર્ષથી આ લોકો રામમંદિર બનાવી રહ્યાં છે અને હજુ બનતું નજરે પડતું નથી

  મુખ્ય મંત્રી કુમારસ્વામીના નિવેદન પર ભાજપ એમએલસી એ મંજુનાથે વિરોધ કર્યો હતો ભાજપ એમએલસીએ કહ્યું કે મુખ્યમંત્રીનું નિવેદન સંવેદનહીન છે અને તેમાં એ લોકોની લાગણીને ઠેસ પહોંચી છે જેને ખુબ મહેનત કરીને એકત્ર કરેલ રૂપિયા મંદિર માટે દાન આપ્યા છે

  વિપક્ષી સદસ્યોના હંગામા વચ્ચે કુમારસ્વામીએ પોતાનું નિવેદન પાછું ખેંચતા કહ્યું કે જો મેં લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે તો હું મારુ નિવેદન પાછું ખેંચું છું પરંતુ મોટો સવાલ એ છે કે શું ભાજપે રામમંદિરના નમે પૈસા લીધા નથી ?એકત્ર કરાયેલ પૈસા ક્યાં છે >?આજ દિવસ સુધી તેઓએ કોઈને આ મામલે જાણકારી આપી નથી તેઓએ જવાબ આપવો જોઈએ

 

(12:00 am IST)