મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

H-1 B વીઝા દ્વારા અમેરિકા આવતા કુશળ કર્મચારીઓનો ૧૨ ટકા હિસ્‍સો જ ભારતીય કંપનીઓમાં જાય છેઃ ભારતીય કંપનીઓ H-1 B વીઝા ધારકોની મોટી ભરતી કરતી હોવાની છાપ સત્‍યથી વેગળીઃ NASSCOM ચેરમેન તથા પ્રેસિડન્‍ટની સ્‍પષ્‍ટતા

બેંગલુરૂઃ અમેરિકન સરકારની H-1 B વીઝા નિયમો કડક બનાવવાની પોલીસીની ભારતીય કંપનીઓ ઉપર ખાસ અસર નથી. ભારતની ગ્‍લોબલ કંપનીઓ H-1 B વીઝા મેળવી અમેરિકા આવતા કુશળ કર્મચારીઓમાંથી માત્ર ૧૨ ટકાને જ નોકરીમાં રાખે છે. દર વર્ષે અપાતા ૬૫ હજાર H-1 B વીઝા પૈકી ૮૫૦૦ ભારતીયોને જ ભારતની કંપનીઓમાં નોકરીમાં રખાય છે તેથી અમેરિકામાં કાર્યરત ભારતીય કંપનીઓ ભારતના વધુ કર્મચારીઓને નોકરીમાં રાખતા હોવાની ખોટી ધાપ ઉપસી રહી છે તેવું NASSCOMના ચેરમેન શ્રી રિષાદ પ્રેમજી તથા પ્રેસિડન્‍ટ સુશ્રી દેવજીની ઘોષએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે.

તેમણે ઉમેર્યુ હતું કે અમેરિકાની કંપનીઓને કુશળ કર્મચારીઓની જરૂર હોવાની તેઓ ભારતના કર્મચારીઓને H-1 B વીઝા મારફત તેડાવે છે. તેથી આ વીઝા દ્વારા આવતા ભારતીયોનો મોટો હિસ્‍સો અમેરિકન કંપનીઓમાં જાય છે. નહીં કે ભારતની કારણ કે વિશ્વ સ્‍તરીય આ કંપનીઓને કુશળ કર્મચારીઓની જરૂર છે.

 

(9:45 pm IST)